બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A new twist in the robbery case of 20 lakhs in Rangpar village of Jamnagar

ભેદ ઉકેલાયો / લો બોલો! ફરિયાદી જ આરોપી: જામનગરના રંગપર ગામે 20 લાખની લૂંટ કેસમાં નવો વળાંક, પોલીસ પણ ચોંકી ઉઠી

Malay

Last Updated: 03:38 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar News: જામનગર નજીક રંગપુર ગામ પાસે કમિશન એજન્ટની આંખમાં મરચાની ભૂકી છાંટી રૂપિયા 20 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. જેમાં ફરિયાદીએ લૂંટનો પ્લાન બનાવી જાતે જ આંખમાં મરચાની ભૂકી નાખીને રોકડ રકમ ખાડો કરીને જમીનમાં દાટી દીધી હોવાનું કબૂલ્યું છે.

 

  • જામનગરમાં 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
  • પોલીસે 20 લાખ રોકડ રકમની લૂંટનો ભેદ ઉકેલ્યો
  • 20 લાખની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
  • આરોપીએ પ્લાન કરી લૂંટનું કર્યું હતું નાટક 

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપર ગામ પાસેથી બે દિવસ પહેલાં એક યુવાનને લૂટી લેવામાં આવ્યો હોવાનું પ્રકરણ સામે આવ્યું હતું, જેના પરથી પોલીસે પડદો ઉચકી નાખ્યો છે અને ફરિયાદી ખુદ લૂંટારૂ હોવાનું સાબિત થયું છે પોતાના ઉપર દેણું વધી ગયું હોવાથી આ પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી છે. 

મેઘપર-પડાણાં પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ
આ મામલે જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપર ગામમાં રહેતો અને ખેત ઉત્પાદનની વસ્તુઓનું લે-વેચનું કમિશનથી કામ કરતો અવેશ ખીરા નામનો યુવાન કે જેણે પોતાની આંખમાં બે લૂંટારોએ આવીને મરચાની ભૂકી નાખી 20 લાખની રકમ લઈને ભાગી છૂટ્યા હોવાની ફરિયાદ મેઘપર-પડાણાં પોલીસ મથકમાં નોંધાવી હતી. 

પોલીસ સ્ટેશનની ટીમોએ શરૂ કરી હતી તપાસ
તેમણે જણાવ્યું કે, યુવકની ફરિયાદના આધારે જામનગરની એલસીબી, એસઓજી અને મેઘપર પડાણા પોલીસ સ્ટેશનની ટીમ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. આખરે ફરિયાદીની ઉલટ તપાસ કરતાં જાતે જ લૂંટારૂ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસથી વધુ પૂછપરછ દરમિયાન પોતાને ખેડૂતના બિયારણના લેતી દેતીના પૈસા ચૂકવવાના બાકી હતા, જેથી પ્લાન જાતે જ બનાવ્યો હોવાનું કબૂલ્યું હતું. જે રોકડ રકમ લઈને રસ્તે આવ્યા પછી આંખના બહારના ભાગે મરચાની ભૂકી છાંટી દીધી હતી. ત્યારબાદ આંખની અંદર નુકસાન ન થાય તે રીતે ભૂકી છાંટી હોવાનું કબૂલી લીધું. 

થેલાને દાટી દીધો હતો જમીનમાં 
ત્યારબાદ હાથમાં રહેલો રોકડ રકમ ભરેલો થેલો કે જેનો પટ્ટો તોડી નાખ્યો હતો અને થેલાને નજીકના વિસ્તારમાં જમીનમાં દાટી દીધો હતો. જે તપાસ પછી પોલીસ તે સ્થળે પહોંચી હતી અને ખાડો ખોદાવતાં તેની અંદરથી તમામ રોકડ રકમ મળી આવી હતી. તપાસના આખરે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ફરિયાદીની અટકાયત કરી લેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ