બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / A mother killed her own two daughters due to economic hardship in Vadodara

ઘટના / વડોદરામાં માતાએ જ બે દીકરીઓને ઝેર આપ્યું, પોતે પણ ફાંસીએ લટકવા પ્રયાસ કર્યો, બહેને કહ્યું- પૈસાની તકલીફ હતી, પતિ સાથે નહોતા

Dinesh

Last Updated: 05:25 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં આર્થિક સંકડામણને કારણે માતાએ પોતાની જ બે પુત્રીઓની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.

  • માતાએ બે દીકરીની હત્યા કરી
  • હત્યા બાદ માતાનો આપઘાતનો પ્રયાસ
  • કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથધરી


વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષતા સોસાયટીમાં ભાડેથી એક માતા અને બે પુત્રીઓ 20 દિવસ પહેલા રહેવા આવ્યા હતા. માતા દક્ષાબેન ચૌહાણ, તેમની બી કોમમાં અભ્યાસ કરતી પુત્રી હની ચૌહાણ અને ધોરણ 9માં અભ્યાસ કરતી શાલીની ચૌહાણ સાથે એકલા રહેતા હતાં. દક્ષાબેનને બે પુત્રીઓ થતાં તેમના પતિ અશોક ચૌહાણે છોડી મૂકી હતી. પતિ સાથે છૂટાછેડા થયા બાદ દક્ષાબેન તેમની બંને પુત્રીઓ સાથે વડોદરામાં એકલા રહેતા હતા. દક્ષાબેન નોકરી કરી પોતાનું ઘર ચલાવતા હતા અને બંને પુત્રીઓને ભણાવતા પણ હતા. પરંતુ છેલ્લા થોડાક સમયથી આર્થિક સ્થિતિ વધુ ખરાબ બનતાં તે હિંમત હારી ગયા હતા. 

કારેલીબાગની અક્ષતા સોસાયટીની ઘટના
દક્ષાબેન પાસે ઘરનું ભાડું ભરવા અને બંને પુત્રીઓની સ્કૂલ કોલેજ ફી ભરવા માટે રૂપિયા ન હોવાથી તેમને બંને પુત્રીઓની હત્યા કરી પોતે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો. દક્ષાબેનએ બંને પુત્રીઓને ઝેરી દવા આપી, બાદમાં બંનેને ગળે ટુંપો આપી હત્યા કરી નાખી હતી. બાદમાં પોતે પણ ઝેરી દવા પી ગળેફાંસો ખાઈ આપઘાત કરવાની કોશિશ કરી હતી પરંતુ મકાન માલિક જોઈ જતાં તેમને બચાવી લેવાયા હતા. ઘટનાના પગલે દક્ષાબેનના ભાઈ અને બહેન ઘરે દોડી આવ્યા હતા. દક્ષા ચૌહાણની બહેન નિલમ મકવાણાએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી આર્થિક સ્થિતિ ખરાબ હતી અને 2 પુત્રીઓના જન્મી હોવાને કારણે પતિએ તરછોડી દીધી હતી તેમજ ઘણા વર્ષોથી દક્ષાબેન બન્ને પુત્રીઓનો ઉછેર કરી રહ્યાં હતાં

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
સમગ્ર ઘટનાની માહિતી કારેલીબાગ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે FSLની ટીમને બોલાવી તેમની પણ મદદ લેવાઈ હતી. પોલીસને ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી જેની પણ પોલીસ તપાસ કરી રહી છે. ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે માતાએ પોતાની બંને પુત્રીઓની હત્યા કરી બાદમાં પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી માતા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ