બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A modern LED dhaja was installed in the Ranchodharaiji temple in Dakor

શ્રદ્ધા / પહેલીવાર ડાકોરના આભમાં LED ધજાના દર્શન: ભરવાડ પરિવારે બે જ દિવસમાં કરાવી તૈયાર, જુઓ PHOTOS

Malay

Last Updated: 01:04 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાકોરના ઠાકોરના દરવાજા જ્યારે બંધ હોય છે ત્યારે ભક્તો મંદિરની ધજાના દર્શન કરીને દર્શન કરવાનો લાભ લેતા હોય છે, ત્યારે હવે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં આધુનિક રોશનીથી ઝળહળતી ધજા જોવા મળી રહી છે, જે જોઈને ભક્તોમાં આનંદ છવાઈ ગયો છે.

  • રણછોડરાયજી મંદિરમાં ધજા ચઢાવવાનું વિશેષ મહત્વ
  • આધુનિક રોશનીથી ઝળહળતી ધજા ચઢાવવામાં આવી
  • ભક્તો અને યાત્રીઓમાં પણ છવાઈ ગઈ ખુશી  

તાજેતરમાં દ્વારકા મંદિરમાં એક ભક્ત દ્વારા એક ડિજિટલ ધજા આરોહણ કરવામાં આવી હતી. આ જોઈને ડાકોરના લાલજીભાઈ અને તેમના પિતા નાગજીભાઈ ભરવાડે ડાકોરના ઠાકોર રણછોડજીને પણ એક આધુનિક રોશનીથી ઝળહળતી ધજા આપવાનું નક્કી કર્યું હતું. જેથી તેમણે ડાકોરમાં ધજા બનાવવાનું કામ કરતા મિત્રને તાત્કાલિક ધજા બનાવવા કહ્યું હતું. જેથી માત્રે 2 દિવસમાં આ ધજાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 

ભક્તો અને યાત્રીઓમાં પણ ખુશી છવાઈ 
જેમાં ઝળહળતી લાઈટ સીરીઝ અને રણછોડજીની છબી બનાવી ગતરોજ પરંપરાગત રીતિ મુજબ આ ભરવાડ પરિવાર દ્વારા તેનું પૂજન કરવામાં આવ્યુ હતું. જે બાદ આ ધજાને ડાકોર મંદિરને અર્પણ કરવામાં આવી હતી. જોકે, સંધ્યા સમય થયો હોવાથી આ સમયે ધજા આરોહણ કરી શકાયું નહોતું. ત્યારે આજે આ ધજા આરોહણ કરવામાં આવી છે. ત્યારે આ વિશેષ ધજાને લઇ ભક્તો અને યાત્રીઓમાં પણ ખુશી છવાઈ ગઈ હતી. 

રણછોડરાયજી મંદિરમાં ધજા ચઢાવવાનું વિશેષ મહત્વ 
ડાકોર મંદિરના પુજારી દુશ્યતભાઈ સેવકે કહ્યું કે, જે ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હોય તેઓ ધજા લઈને મંદિરે આવે છે. કોઈ બાવન ગજની ધજા લઈને આવે છે, તો કોઈ ભક્ત સાદી ધજા લાવે છે. ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકા મંદિર પર LED ધજા ચઢાવવામાં આવી હતી, તે જોઈને ડાકોરના રહેવાસી લાલાભાઈને પણ ડાકોર મંદિર પર આવી ધજા ચઢાવવાની ઈચ્છા થઈ તેથી તેમણે LED ધજાની વ્યવસ્થા કરી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ