બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A major road accident took place in Narsan area

ઉત્તરાખંડ / જ્યાં થયો હતો રિષભ પંતનો અકસ્માત, એ જ સ્થળે વધુ એક કાર હવામાં ફંગોળાઇ, સામે આવ્યા ચોંકાવનારા CCTV

Dinesh

Last Updated: 09:07 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂડકીના નારસન વિસ્તારમાં બુધવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો ત્યાંજ ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારનો પણ અકસ્માત થયો હતો

  • નારસન વિસ્તારમાં મોટો માર્ગ અકસ્માત થયો
  • ગ્રેટર નોઈડાના 4 લોકો ઘાયલ થયા હતા
  • સીસીટીવી કેમેરામાં અકસ્માતની લાઈવ તસવીરો


હરિદ્વાર જિલ્લાના રૂડકીના નારસન વિસ્તારમાં બુધવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો ત્યાંજ ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારનો પણ અકસ્માત થયો હતો. જેમાં પંત ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગત વર્ષે 30 ડિસેમ્બરે રિષભ પંતની કારનો ભંયકર અકસ્માત સર્જાયો હતો. ઋષભ પંતની કારનો નારસન નગર પાસે મોહમ્મદપુર જાટ નજીક હાઈવે પરના કટ પાસે અકસ્માત થયો હતો અને ગઈકાલે ફરી એકવાર તે જ સ્થળ પર કાર પલટી છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ
દુર્ઘટનાસ્થળ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં અકસ્માતની લાઈવ તસવીરો રેકોર્ડ થઈ છે. આ અકસ્માતમાં ગ્રેટર નોઈડાના 4 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. એટલી ગંભીર ટક્કર હતી કે, બાજુમાં નીકળી રહેલી હરિયાણા રોજવેઝની બસને ટક્કર મારીને ડિવાઈડર તોડીને દૂર સુધી ઘસેડાઈ હતી. કારની સ્પીડ એટલી બધી હતી કે તેના પર કાબૂ રાખી શકાયો નહી. આ સાથે જ સ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી અને લાંબા સમય સુધી હાઈવે જામ થઈ ગયો હતો.પોલીસે ક્રેનની મદદથી કારને સાઇડમાં કરાવી ટ્રાફિક દૂર કર્યો હતો

તમામ લોકો ગ્રેટર નોઈડાના રહેવાસી
ઈજાગ્રસ્તોને પોલીસ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ ગઈ હતી. કારમાં સવાર તમામ લોકો ગ્રેટર નોઈડાના રહેવાસી છે અને હરિદ્વારથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં સાહિલ, સાવન, પ્રાચી ગૌતમ અને શ્રુતિ ઘાયલ નામના વ્યક્તિઓ હતા. ઘાયલોના પરિજનોને જાણ કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ