બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A horrific accident in a chemical factory in Hapur

BIG NEWS / UPમાં મોટી દુર્ઘટના: હાપુડમાં કેમિકલ ફેક્ટરી બોઈલર ફાટવાની ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 12ના મોત

Pravin

Last Updated: 11:25 PM, 4 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના હાપુડમાં ફેક્ટરીનું બોઈલર ફાટવાથી 12 લોકોના મોત થઇ ગયા. આ દુર્ઘટનામાં તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથધરી. ફેક્ટ્રીમાં પોલીસ ટીમ પણ પહોંચી ગઈ. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

  • યુપીમાં બની મોટી દુર્ઘટના
  • હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં બોયલર ફાટ્યું
  • કુલ 12 મજૂરોના થયા મોત, 20થી વધારે ઘાયલ

ઉત્તર પ્રદેશના હાપુડમાં ધૌલાનામાં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી 12 લોકોના મોતની સૂચના બાદ હડકંપ મચી ગયો. માહિતી મળતા જ તાત્કાલિક જિલ્લા અધિકારી સહિત અન્ય સીનિયર અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની સમીક્ષા કરી. જિલ્લા અધિકારીએ કહ્યું કે, ઘટનાની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી રહી છે. બ્લાસ્ટ થતાં કેટલાય મજૂરો ફસાયા હોવાની વિગતો હાલમાં મળી રહી છે. જ્યાં 12 મજૂરોના મોત થયા હોવાની પણ વિગતો મળી રહી છે, જ્યારે 20 લોકો ઘાયલ પણ થયા છે. PM મોદીએ દુર્ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કર્યું છે.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

તો વળી યુપીના સીએમ યોગી આદિત્યનાથે હાપુડમાં બોયલર ફાટવાથી લાગેલી આગમાં થયેલા મોત પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો વળી મુખ્યમંત્રીએ આઈજી અને કમિશ્નર સહિત તમામ ઉંચ્ચ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપ્યા હતા અને આ ઘટનાની તપાસ કરવા કહ્યું છે. આ ઉપરાંત સીએમે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવાની પણ ખાતરી આપી છે. 

આ દુર્ઘટના હાપુડ જિલ્લાના ધૌલાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારામં આવતા યુપીએસઆઈડીસીમાં થયો હતો. તો વળી સીએમ યોગીના આદેશ બાદ મેરઠ આજી પ્રવણી કુમાર અને હાપુડ ડીએમ સહિત કેટલાય અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર રહ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, 20થી વધારે લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જેમાંથી અમુકની હાલત અત્યંત ગંભીર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ