બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A hearing was held regarding the petition made in the High Court on the traffic problem of Ahmedabad

સૂચન / ટ્રાફિક બાબતે સારા નાગરિકની વર્તણૂક કેવી હોય તેનું લોકોને ભાન કરાવો, કડક હાથે કામ લો: ગુજરાત HC

Vishal Khamar

Last Updated: 07:20 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં થયેલ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને ટકોર કરી કે કાયદો તોડવાવાળે બેફામ બન્યા છે. હાઈકોર્ટ દ્વારા હાઈવેનાં માર્ગો પર સીસીટીવી લગાવવા પણ સૂચન કર્યું હતું.

  • અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં અરજી
  • કાયદો તોડવાવાળા બેફામ બન્યા છેઃ હાઈકોર્ટ
  • ટાયર કિલર્સ નાખ્યા તો લોકોએ તેનો પણ તોડ શોધ્યો: HC

 અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે. જેની સુનાવણી આજે હાથ ધરવામાં આવતા કોર્ટે ટ્રાફિક પોલીસને મહત્વની ટકોર કરી હતી. જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે કાયદો તોડવાવાળા બેફામ બન્યા છે.  ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ.

લોકો દારૂ પીને રસ્તાઓ પર ગાડી ચલાવી રહ્યાં છે: HC
વધુમાં હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને કડક હાથે કાયદાનો અમલ કરાવવો તેમજ લોકો દારૂ પીને રસ્તાઓ પર ગાડી ચલાવી રહ્યા છે. જેને લઈને હિટ એન્ડ રનનાં કિસ્સાઓ બને છે. પોલીસ માત્ર અલગ-અલગ ડ્રાઈવ કરશે એટલું જ પૂરતું નથી. 

ટાયર કિલર્સ મુક્યા છે ત્યાં CCTV પણ ઈન્સ્ટોલ કરોઃ હાઈકોર્ટ
સારા નાગરિકની વર્તણૂંક કેવી હોય તેનું ભાન લોકોને કરાવવું પડશે. ટાયર કિલર્સ નાંખ્યા તો લોકોએ તેનો પણ તોડ શોધ્યો છે. ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમજ જ્યાં ટાયર કિલર્સ મુક્યા છે ત્યાં CCTV  પણ ઈન્સ્ટોલ કરો.
નેશનલ હાઈવે પર CCTVની જવાબદારી NHAIની છે: સરકાર
CCTV નેટવર્ક મુદ્દે હાઈકોર્ટ સરકારને ટકોર કરી હતી કે CCTV નેટવર્ક મોટાભાગનાં CCTV યોગ્ય રીતે નથી. ત્યારે CCTV બાબતે સરકારે કહ્યું હતું કે નેશનલ હાઈવે પર CCTV ની જવાબદારી  NHAIની છે. તેમજ પોલીસે કરેલી વિવિધ કામગીરીની વિગતો હાઈકોર્ટનાં ધ્યાને મુકાઈ છે. તેમજ 25 જુલાઈથી 7 ઓગસ્ટ સુધીની વિગતો કોર્ટનાં ધ્યાને મુકાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ