બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A greedy neighbor killed a woman in Valsad

હવસખોર પડોશી / માની નહીં, તો મારી નાંખી: વાપીમાં હવસખોર પડોશીએ કરી મહિલાની હત્યા, એક બ્લેડ બની 'સાક્ષી'

Dinesh

Last Updated: 05:51 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાપીના રમઝાન વાડી વિસ્તારના ગુરૂકૃપા એપાર્ટમેન્ટના બીજા માળે રહેતી લક્ષ્મીબેન અર્જુન સીંગની હત્યા હવસખોર પડોશી મોહમ્મદ સમીમે કરી હતી

  • વલસાડમાં હવસખોર પડોશીએ મહિલાની હત્યા કરી
  • સંબંધ બાંધવાની લાયમાં તમામ માનવતા વટાવી
  • પોલીસે મોહમ્મદ સમીમ નામના આરોપીની કરી ધરપકડ


આપણે ત્યાં માન્યતા પ્રમાણે પડોશીને જ પહેલો સગો માનવામાં આવે છે. જોકે, પડોશી સારો અને સમજુ હોય તો જીવન શાંતિથી પસાર થતું હોય છે પરંતુ ક્યારેક એવા હેવાન પાડોશી પણ મળી જાય તો જીવન નર્ક પણ બનાવી શકે છે, જેના કારણે પરિવાર ખેદાન મેદાન થઈ જાય છે. આવું કંઈક બન્યું છે વલસાડ જિલ્લાના વાપીમાં જ્યાં એક હવસખોર પડોશીએ મહિલા સાથે સંબંધ બાંધવાની લાયમાં તમામ માનવતા વટાવી મહિલાની હત્યા કરી નાખી છે. 

મૃતક મહિલા

ગળું  દાબી હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો
વલસાડ જિલ્લામાં વધતી જતી ક્રાઇમની ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એકવાર હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે  ગત 14 જૂનના રોજ વાપીના રમઝાન વાડી  વિસ્તારમાં  સનસની ફેલાઈ ગઈ હતી. ગુરૂકૃપા એપાર્ટમેન્ટના બીજા માળે રૂમ નં.117માં રહેતી લક્ષ્મીબેન અર્જુન સીંગ બુધવારે સવારે ઘરમાં હત્યા કરેલી લાશ મળી આવી હતી. મૂળ નેપાળનું સીંગ પરિવાર  રોજગારી અર્થે વાપીમાં સ્થાઈ થયેલ હતું. જ્યાં લક્ષ્મીની ગળું  દાબી હત્યા કરી આરોપી ફરાર થઇ ગયો હતો. જિલ્લા પોલીસ વડા રાજદીપ સિંહ ઝાલાએ તાત્કાલિક એસ.ઓ.જી અને એલ.સી.બી અને ડુંગરા પોલીસની વિવિધ ટીમો  બનાવી આરોપીને  ઝડપવા ચક્રિગતિમાન કર્યા હતા. અંતે વાપી પોલીસે લક્ષ્મીની હત્યામાં મોહમ્મદ સમીમ નામના ઈસમની ધરપકડ કરી લીધી હતી. મોહમંદ સમીમ લક્ષ્મીના ફ્લેટની ઉપરના ફ્લેટમાં જ રહેતો હતો.

પોલીસે આરોપીની કરી ધરપકડ
આરોપી  સમીમ  વાપીના બલીઠા ખાતે ગારમેન્ટ કંપનીમાં પ્રિન્ટનું કામ કરતો હતો. તે મંગળવારે મોડી રાત્રે મૃતક લક્ષ્મીબેનના ઘરે પહોંચ્યો હતો અને અઘટીત માંગણી કરતા મહિલાએ આનાકાની કરી સામનો કરતા આરોપીએ ગુસ્સામાં મહિલાનું ગળું દબાવી મોત હત્યા કરી નાંખી હતી. બાદમાં સવારે રાબેતા મુજબ પોતાની કંપનીમાં નોકરીએ નીકળી ગયો હતો. આરોપીને પકડી પાડી સઘન પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક અને સમીમના અગાઉ સંબંધો પણ હતા. આરોપી પરિણીત છે અને તેની પત્ની તેના વતન બિહારમાં જ રહે છે. 

આરોપીની દાનત બગડી હતી
મૃતક લક્ષ્મીનો પતિ અર્જુન  સીંગ સેલવાસની હોટલમાં કુક તરીકે નોકરી કરતો હતો અને તે અઠવાડિયામાં એકવાર જ ઘરે આવતો હતો. આરોપી  સમીમ આ વાત સારી રીતે જાણતો હતો. બિલ્ડીંગમાં  મધરાત બાદ શાંતિ હોય છે. જેના કારણે આરોપી સમીમની દાનત અર્જુનની પત્ની પર બગડી હતી. હાલ તો આરોપી ઝડપાઇ ગયો છે અને ડુંગરા પોલીસે આરોપીના રિમાન્ડ લઇ આરોપીના ભૂતકાળની તાપસ હાથ ધરી છે.

એક બ્લેડના કારણે હત્યાનું કોકડું ઉકેલાયું
કોઈ પણ ગુનોમાં જ્યારે આરોપી હોય ત્યારે  પોલીસ માટે ઝડપાયેલ આરોપી પાસે ગુનો કબૂલાવા ખુબ મહેનત કરવી પડે છે. આરોપી સમીમ પણ પોતે નિર્દોષ છે તેવું જ રટણ કરતો હતો. જોકે એક બ્લેડના કારણે હત્યાનું કોકડું ઉકેલાઈ ગયું હતું. પોલીસને નેપાળી મહિલાની લાશ પાસેથી એક બ્લેડ મળી આવી હતી. તેના આધારે આરોપીના ઘરમાં તલાશી લેતા બ્લેડ વગરનો લેઝર મળ્યો હતો. આ બ્લેડ એ જ લેઝરની હોય પોલીસને ગોળ ગોળ ફેરવતા આરોપીએ અંતે ગુનાની કબૂલાત કરી લીધી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ