બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / A friend became in social media, threatened to make the photo viral and raped

મોરબી / સોશિયલ મીડિયામાં બન્યા ફ્રેન્ડ, ફોટો વાયરલ કરવાની ધમકી આપી કર્યો બળાત્કાર, મોરબીની ચકચારી ઘટના

Malay

Last Updated: 10:24 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી રવાપર રોડે રહેતા પરિવારની સગીર દીકરીનો સોશ્યલ મીડિયાથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

  • મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવાન ઝડપાયો
  • સગીરાને પ્રેમજાળમાં ફસાવી ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું
  • વિધર્મી યુવકે બ્લેકમેલ કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું

 મોરબીમાં સોશિયલ મીડિયાને લઈને મારા મારી, હુમલ સહિતના બનાવો સામે આવ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકોના વાલીઓ માટે ચિંતાજનક કિસ્સો સામે આવેલ છે જેમાં મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પટેલ પરિવારની 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેને નાનીવાવડી ગામ પાસે આવેલ દેવ ફનવર્લ્ડ ખાતે લઈ જવામાં આવી હતી અને "ત્યાં રૂમ ભાડે રાખીને" આરોપી હસનનામના શખ્સે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું જેની ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનાં ફોટા પાડ્યા
આ આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું આટલું જ નહીં તેના આપત્તિજનક ફોટા પાડી લીધા હતા જેને વાયરલ કરવાની ધમકીઓ આપીને અવારનવાર સગીરાને હેરાન પરેસાન કરવામાં આવતી હતી જેથી કરીને ભોગ સગીરાએ આ વાત ઘરે કરી હતી ત્યાર બાદ સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસન સંધિ રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આઇપીસી કલમ 363 (અપહરણ), 376(દુષ્કર્મ) અને પોકસોનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતીઅને હાલમાં પીઆઇ હુકુમતસિંહ જાડેજા અને તેની ટીમે આરોપી હસન સંધિની ધરપકડ કરેલ છે અને મેડિકલ સહિતના પુરાવ એકત્રિત કરવા માટે તજવીજ ચાલુ છે.

આરોપી સોશિયલ મીડિયાનાં માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી સામે આવી છે કે, આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ તેને ફસાવવામાં આવી હતી જેથી કરીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકોના પરિવારજનોએ તેના સંતાનો કોના સંપર્કમાં છે તે સહિતની બાબતોની કાળજી રાખવાની ખાસ જરૂર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ