બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / A five-year-old child swallowed a screw while playing in Surat

ચેતવણીરૂપ કિસ્સો / માં બાપ ચેતજો.! સુરતમાં 5 વર્ષનો બાળક રમત રમતમાં ગળી ગયો સ્ક્રુ, પરિવાર સાથે ડોક્ટરોના પણ શ્વાસ થઈ ગયા અધ્ધર, જુઓ શું બન્યું

Malay

Last Updated: 09:52 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં રમતા-રમતા પાંચ વર્ષનો બાળક ગળી ગયો સ્ક્રુ, પરિવારજનો તાત્કાલિક બાળકને લઈ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા, તબીબોએ મહામહેનતે બ્રોન્કોસ્કોપી દ્વારા સ્ક્રુ બહાર કાઢી બચાવ્યો બાળકનો જીવ.

  • સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
  • પાંચ વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રુ
  • સિવિલના તબીબોએ બાળકનો જીવ બચાવ્યો
  • બ્રોન્કોસ્કોપી દ્વારા સ્ક્રુ બહાર કાઢી જીવ બચાવાયો

Surat News: સુરતમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં રમતા રમતા 5 વર્ષનો બાળક સ્ક્રુ ગળી જતા માતા-પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે, સુરત સિવિલ હોસ્પિટલના તબીબોએ સ્ક્રુ બહાર કાઢીને બાળકનો જીવ બચાવ્યો હતો. 

રમતા-રમતી ગળી ગયો સ્ક્રુ
મળતી માહિતી અનુસાર, નવાપુરના કંરજાળી ગામે રહેતા સાજન ગાવીતનો 5 વર્ષીય પુત્ર ચહલ રમતા રમતા 5 સેમીનો સ્ક્રુ ગળી ગયો હતો. જે બાદ તેને ઉલટીઓ શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તપાસ કરતા સ્ક્રુ ફેફસામાં ડાબી બાજુએ શ્વાસનળીમાં ફરાયો હોવાનું સામે આવ્યું હતું. જેથી એક પણ મિનિટની રાહ જોયા વગર માતા-પિતા સીધા ચહલને લઈને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ડોક્ટરને સમગ્ર હકીકત જણાવી હતી.

સીધો લઈ જવાયો સિવિલમાં
જેથી તબીબોએ આ મામલાને ગંભીરતાથી લઈને બાળકને સીધો ઓપરેશન થિયટર ખાતે ખસેડ્યો હતો. ફેફસાં-શ્વાસનળી વચ્ચે સ્ક્રુ ફસાયો હોવાથી ચહલને શ્વાસમાં તકલીફ થઈ રહી હતી. જેથી માતા-પિતાની પણ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતા. 

સિવિલના તબીબોએ બાળકનો જીવ બચાવ્યો
સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મહામહેનતે બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકના શરીરમાંથી સ્ક્રુ બહાર કાઢવામાં આવ્યો હતો અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. સ્ક્રુને સફળતા પૂર્વક બહાર કાઢવામાં આવતા માતા-પિતાને જીવમાં જીવ આવ્યો હતો. જે બાદ માતા-પિતાએ પોતાના બાળકનો જીવ બચાવવા બદલ તબીબોનો આભાર માન્યો હતો. 

સુરત સિવિલની ત્રણ બિલ્ડિંગને ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ, રોજનાં 2000 દર્દીઓ  સારવાર લે છે પણ બેઝિક સુવિધાઓનો અભાવ | fire department notice to 3  buildings of surat ...

અગાઉ પણ આવો જ બન્યો હતો બનાવ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિના અગાઉ પણ સુરતમાંથી આવો જ બનાવ સામે આવ્યો હતો. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવારનો માસુમ ચાર વર્ષનો બાળક રમત-રમતમાં લોખંડનો નટ ગળી જતા પરિવાર દોડતું થઈ ગયું હતું. જ્યાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા બાળકનો એક્સ-રે કરાવતા નટ ગળી ગયો હોવાનું સામે આવ્યું હતું. જ્યાં હોસ્પિટલના તબીબો દ્વારા બાળકને તાત્કાલિક હોસ્પિટલના સર્જરી વિભાગમાં ખસેડી બોલ્ટને બહાર કાઢવામાં આવ્યો હતો. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ