બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A fire broke out in a grocery store in the new market area of Himmatnagar

હિંમતનગર / કરિયાણાની દુકાનમાં આગ એટલી વિકરાળ બની કે જેસીબી વડે દુકાનનું શટર તોડી, કાબૂ મેળવાયો

Kiran

Last Updated: 10:03 AM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંમતનગર નવા બજાર વિસ્તારમાં વહેલી સવારે કરિયાણાની દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો, જેસીબી વડે દુકાનના શટર તોડી આગ પર કાબુ મેળવાયો

  • કરિયાણાની દુકાનમાં વહેલી સવારે લાગી આગ
  • બે માળની ઉમિયા કિરાણા સ્ટોર્સમાં લાગી આગ
  • જેસીબી વડે દુકાનના શટર તોડી આગ પર મેળવ્યો કાબુ 

અવાર નવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હિંમતનગરના નવા બજાર વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. કરિયાણાની દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળાઓ આખી દુકાનમાં પ્રસરી ઉઠી હતી અને દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે કોઈજાનહાનિ સર્જાઈ નહોંતી. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 



હિંમતનગરના નવા બજાર વિસ્તારમાં આગ 

નવા બજાર પાસે કરિયાણાની દુકાનમાં વહેલી સવારે લાગેલી આગથી લોકોમાં હડકંપ મચી ગયો હતો અને લોકોમાં નાશભાગ પણ જોવા મળી હતી. બે માળની ઉમિયા કિરાણા સ્ટોર્સમાં આગ એટલી વિકરાળ બની હતી કે જેસીબી વડે દુકાનના શટરને તોડવામાં આવ્યું હતું અને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યું નથી પરતું આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ