બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A farmer of Chhatdia village of Dhari taluka of Amreli district committed suicide and caused a stir in the parish.

અમરેલી / 3 વિધાની ખેતી, 3,59,000નું દેવું, ધારીમાં બાકી લોનની બેંકની નોટિસ પર નોટિસો જોઈ ખેડૂતે મોત મીઠું કર્યું!

Dinesh

Last Updated: 11:29 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli news: અમરેલીમાં ખેડૂતે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી લોન લીધી હતી, લોન ભરપાઈ નહી કરી શકતાં બેંક દ્વારા અવાર નવાર નોટિસ આવતી હતી, જે લેણું ભરવાની ક્ષમતા નહી હોવાથી પોતાના ઘરમાં દોરડા વળે ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યુ

  • ધારીના છતડિયા ગામના ખેડૂતનો આપઘાત
  • સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંકમાંથી મૃતકે લીધી હતી લોન
  • મૃતકના ખિસ્સામાંથી મળી બેંકની નોટિસ 
  • પોલીસે નોટિસ કબજે લઈ હાથ ધરી તપાસ


અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામના ખેડૂતે આપઘાત કરતાં પંથકમાં ચકચાર મચી છે. બાલાભાઈ ઓધવજીભાઈ નાડોદ્રા નામના ખેડૂત 3 વીઘા ખેતી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. ખેતી માટે તેઓએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી લોન લીધી હતી. લોન ભરપાઈ નહી કરી શકતાં બેંક દ્વારા અવાર નવાર નોટિસ આવતી હતી. રૂપિયા 3 લાખ 59 હજાર બાકી લેણું ભરવાની ક્ષમતા નહી હોવાથી પોતાના ઘરમાં દોરડા વળે ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યુ હતુ. 

ગુજરાતમાં વધુ એક ખેડૂતનો આપઘાત, સુરેન્દ્રનગરના ગઢાદ ગામે આર્થિક ભીંસમાં  ખેડૂતે ટૂંકાવ્યું જીવન | Suicide of a farmer in Gadhad village in Muli  taluka of Surendranagar

વારંવાર મળતી હતી નોટિસો
પરિવારજનોએ 108 વડે ધારી સરકારી દવાખાને ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ખેડૂતને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ખિસ્સામાંથી  મળેલી બેંકની નોટિસ પોલીસે કબજે લીધી હતી. બેંકમાં લોન નહી ભરી શકવાથી વારંવાર મળતી નોટિસોના કારણે આપઘાત કર્યો હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. પોલીસ તપાસમાં આર્થિક સંકડામણના કારણે ખેડૂતે આપઘાત કર્યો હોવાનુ પ્રાથમિક તારણ આવતાં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

પોલીસ તપાસ હાથ ધરી
બાલાભાઈ નાડોદ્રાએ બેંક ધીરાણ ના ભરી શકવાને કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પરિજનો જણાવી રહ્યા છે જ્યારે ધારી ડિવિઝનના dysp હરેશ વોરાએ હાલ આર્થિક સંકડામણ ને કારણે પગલું ભર્યું હોવાનું જણાવી આગળની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. એક તરફ ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરતી સરકારમાં ખેડૂતોને આર્થિક સંકડામણ અને બેંક ધીરાણની નોટીસ મળવાથી આપઘાત કરવાનો કિસ્સો અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ