બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A computer operator of the Porbandar Mamlatdar office perpetrated the scam

પોરબંદર / મધ્યાહન ભોજન ચલાવવા કોમ્પ્યુટર ઓપરેટરે આચર્યું કૌભાંડ, સંચાલકોને બનાવટી હુકમ પધરાવતા હડકંપ

Malay

Last Updated: 01:40 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરે સંચાલકોને મધ્યાહન ભોજન ચલાવવા બનાવટી હુકમ આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

  • મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરે આચર્યું કૌભાંડ
  • મધ્યાહન ભોજન સંચાલકોને આપ્યા બનાવટી હુકમ 
  • કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

પોરબંદર મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરે કૌભાંડ આચરતા ખળભળાટ મચી ગયો છે. કોમ્પ્યુટર ઓપરેટરે સરકારી કામકાજના બોગસ હુકમો બનાવી આપતા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સંચાલકોને મધ્યાહન ભોજન ચલાવવા બનાવટી હુકમ આપ્યા
મળતી માહિતી અનુસાર, મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા યુવકે મધ્યાહન ભોજન ચલાવવા સંચાલકોને બનાવટી હુકમ આપી દીધા હતા. ભરતી પ્રક્રિયા દરમિયાન બોગસ હુકમ સાથે એક સંચાલક ઘૂસી આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. 

કોમ્પ્યુટર ઓપરેટર સામે ફરિયાદ નોંધાઈ
તપાસમાં સામે આવ્યું છે કે, આ કોમ્પ્યુટર ઓપરેટરે એક કે બે નહીં ચાર ચાર સ્કૂલોના મધ્યાહન ભોજન સંચાલકોને મધ્યાહન ભોજન ચલાવવા બનાવટી હુકમ આપ્યા હતા. હાલ સમગ્ર મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટર ઓપરેટર સામે સરકારી કામકાજના બોગસ હુકમો બનાવવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઉના મામલતદાર કચેરીના કર્મચારીએ આચર્યું હતું લાખોનું કૌભાંડ
અત્રે ઉલ્લેખનીય છે કે,  થોડા સમય અગાઉ ઉના મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા કર્મચારીએ લાખો રૂપિયાનું કોભાંડ આચર્યું હતું. વાસ્તવમાં મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા કર્મચારી દ્વારા વિધવા સહાય યોજનાની લાભાર્થી મહિલાના ખાતામાં જમા કરવામાં આવતી રકમના ડેટામાં ચેડા કરીને સરકાર દ્વારા અપાતી સહાય પોતાના જ સગા સંબંધીઓના ખાતામાં રકમ જમા કરાવીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયા બાદ ઉનાના ધારાસભ્યએ મામલતદારને યોગ્ય તપાસ કરવા માટે જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ