બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 03:27 PM, 27 February 2024
સમય સાથે પરિવર્તન ખૂબ જ જરૂરી છે. જો સમય સાથે પરિવર્તન કરવામાં ન આવે તો તમે દુનિયાથી પાછળ રહી જશો. આ કારણસર કંપનીઓ તેમના કર્મચારીઓની સ્કિલ અપડેટ કરવા માટે સમયસર ટ્રેનિંગ આપે છે. આવી જ રીતે પાડોશી દેશ ચીનની એક કંપનીએ માર્કેટમાં રહેવા માટે તેમના કર્મચારીઓને બેશરમ થવાની ટ્રેનિંગ આપી છે. આ સાથે એમ પણ કહ્યું કે તમે જેટલા બેશરમ હશો તમને પગાર પણ એટલો જ મળશે.
ADVERTISEMENT
કર્મચારીઓને બેશરમ બનવાની ટ્રેનિંગ આપવામાં આવી
આ બાબત ઝેજિયાંગના પૂર્વ પ્રાંતનાં હાંગઝોઉ સ્થિત કોસ્મેટિક કંપનીની છે. આ કંપની કરોડો રૂપિયા ખર્ચીને તેમના કર્મચારીઓને બેશરમ બનવાની ટ્રેનિંગ આપી રહી છે. કંપનીનું એવું માનવું છે કે આવું કરવાથી તેમના વેચાણમાં વધારો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
બ્રેઇન વોશ ટેકનિક
એક ખાનગી અહેવાલ મુજબ આ કંપની કોરોનાના સમયથી ખૂબ જ સંઘર્ષ કરી રહી છે. કંપનીએ માર્કેટમાં રહેવા માટે કર્મચારીઓને એક ખાસ ટ્રેનિંગ આપવાનું વિચાર્યું. તેના માટે તેમણે જુહાઈ એન્ટરપ્રાઈઝ મેનેજમેન્ટ કન્સલ્ટિંગને હાયર કરેલ છે. ત્યારબાદ બ્રેઇન વોશ ટેકનિક દ્વારા કર્મચારીઓને બેશરમ થવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. જેના કારણે કંપનીનું વેચાણ વધી શકે.
વાંચવા જેવું: રોકાણકારો માટે તગડો મોકો! 5 ભાગોમાં વહેચાઈ જશે સરકારી શેર, એક્સપર્ટે દાવા સાથે કહ્યું ખરીદી લો
તાળીઓ પાડી અને ડાન્સ કરી વેચાણને પ્રોત્સાહન આપવું
એક ખાનગી અહેવાલ મુજબ કર્મચારીઓએ તાળીઓ પાડી અને ડાન્સ કરી વેચાણને પ્રોત્સાહન આપવાનું છે. આ લોકોને એવું કહેવામાં આવ્યું છે કે તમે જેટલા બેશરમ હશો તેટલી જ દુનિયા તમારા પગમાં હશે. કંપનીનું વેચાણ વધવાથી તેમનો પગાર પણ વધશે. ટ્રેનિંગ આપનાર પ્રશિક્ષકને કંપનીએ 1 કરોડથી પણ વધુ પૈસા આપ્યા છે. આ સાથે એક વાત પણ રાખવામાં આવી હતી કે જો વેચાણ નહીં વધે તો પ્રશિક્ષક પાસેથી પૈસા પાછા લઈ લેવામાં આવશે. જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાત વાયરલ થઈ ત્યારે કેટલાક લોકોએ કહ્યું કે જો આ પૈસા કંપનીના લોકોને આપવામાં આવત તો પણ વેચાણ વધી જાત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.