બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A commendable performance of 108 came up in Porbandar

વાહ.. / નદીની વચ્ચેથી સડસડાટ કાઢી 108 ઍમ્બ્યુલન્સ, પોતાના જીવની ન કરી પરવાહ, જુઓ પોરબંદરનો આ વીડિયો

Dinesh

Last Updated: 06:39 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરના દેરોદર અને એરડા ગામ વચ્ચે 108 નદીના ધસમસતા પ્રવાહને પાર કરી મહિલાનો જીવ બચાવ્યો છે, લોકોએ 108 એમ્બ્યુલન્સના કર્મચારીની પ્રસંશા કરી

  • પોરબંદરમાં 108ની પ્રશંસનીય કામગીરી સામે આવી
  • નદીના ધસમસતા પ્રવાહને પાર કરી સગર્ભા મહિલાનો જીવ બચાવ્યો 
  • લોકોએ 108 એમ્બ્યુલન્સના કર્મચારીની પ્રસંશા કરી

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી આફત એવી રીતે વરસી કે, મુશ્કેલીમાં ધોધમાર વધારો કરી દીધો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. મૂશળધાર મેઘાના કારણે અનેક રસ્તાઓ સ્વિમિંગ પૂલ બની ગયા છે. આ બધાની વચ્ચે પોરબંદરમાં 108ની પ્રશંસનીય કામગીરી સામે આવી છે.

108ની પ્રશંસનીય કામગીરી
પોરબંદરમાં 108 નદીના ધસમસતા પ્રવાહને પાર કરી સગર્ભા મહિલાનો જીવ બચાવ્યો છે. કેશોદના લૂસાળા ગામની મહિલાને પ્રસવ પીડા ઉપડતા 108 બોલાવી હતી. પરંતુ રસ્તા પર ભારે વરસાદી પાણી હોવના કારણે ડર પણ હતો કે, 108 કેવી રીતે આવશે. પરંતુ 108ના પાયલોટે હિંમતભેર દેરોદર અને એરડા ગામ વચ્ચે પાણીમાં એમ્બ્યુલન્સ હંકારી હતી.

નદીના પ્રવાહને પાર કરી મહિલાને બચાવી
108ના પાયલોટ અને AMTએ પોતાના જીવની પરવાહ કર્યા વગર મહિલાને બચાવી લીધી છે. સગર્ભા મહિલાને સમયસર હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ બચાવ્યો જેને લઈ પરિવારે 108ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો તો લોકોએ 108 એમ્બ્યુલન્સના કર્મચારીની પ્રસંશા કરી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ