બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A cigarette caused chaos in the Vande Bharat train

અફરાતફરી / એક સિગારેટના કારણે વંદે ભારત ટ્રેનમાં મચી ગયો ભાગમભાગ, લોકો અરીસો તોડીને ભાગ્યા, જુઓ વીડિયો

Kishor

Last Updated: 11:11 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશના તિરૂપતિથી સિકંદરાબાદ રૂટની વંદે ભારત ટ્રેનમા બંધાણી મુસાફરે સિગારેટ સળગાવતા ધુમાડાને પગલે ફાયર આલાર્મ વાગ્યુ હતું, જેથી ડરના માર્યા લોકોએ જીવ બચાવતા દોટ મૂકી હતી.

  • તિરૂપતિથી સિકંદરાબાદ જતી વંદે ભારત ટ્રેન ચર્ચામાં
  • ટ્રેનમા બંધાણી મુસાફરે સિગારેટ સળગાવતા અફરાતફરી
  • પોલીસે દોડી જઇ કરી કાર્યવાહી

કોઈને કોઈ કારણસર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ઢોર અથડાવાથી લઈને અન્ય કારણોસર ટ્રેન હેડલાઇન્સ બનતી હોય છે. પરંતુ આ વખતે ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સિગરેટ અને બીડીને લઈને ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો બહાર નીકળવા માટે બારીઓ તોડવા લાગ્યા હતા. તિરૂપતિથી સિકંદરાબાદ જતી વંદે ભારત ટ્રેનમાં સામે આવેલા આ કિસ્સાને પગલે ચકચાર જાગી છે.

કોચમાં એરોસોલનો છંટકાવ થઈ ગયો

વાત એમ છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આંધ્રપ્રદેશના તિરૂપતિથી સિકંદરાબાદ જઈ રહી હતી. આ દરમિયાન લગભગ 8 કલાકનું ડિસ્ટન્સ હતું ત્યારે ટ્રેનમાં સવાર એક બંધાણીને સિગરેટની તલબ લાગી હતી.જેથી તેણે ચુપચાપ ટ્રેનના ટોયલેટમાં જઈને સિગરેટ સળગાવી હતી. જોતજોતામાં તે સિગરેટનો ધુમાડો ટ્રેનના કોચમાં ફરી વળતા ઓટોમેટિક ફાયર આલાર્મ તરત જ વાગવા લાગ્યું હતું અને ફાયરના સાધનો પણ એક્ટિવ થઈ ગયા હતા. જે ઓટોમેટીક કામ કરવા લાગતા કોચમાં એરોસોલનો છંટકાવ થઈ ગયો હતો.

આરોપી ટોયલેટમાં છુપાઈ ગયો હતો

જોકે આ સમગ્ર કિસ્સાને લઈને મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આથી લોકો પોતાના જીવ બચાવવા માટે કોચમાં દોટ મૂકી રહ્યા હતા. બીજી બાજુ સિગરેટનો બંધાણી ઓટોમેટિક ફાયર સિસ્ટમ મામલે અજાણ હતો અને તેમણે ટિકિટ પણ ન લીધી હોવાનું સામે આવ્યું હતું જેથી તે ટોયલેટમાં છુપાઈ ગયો હતો. બાદમાં રેલવે પોલીસે તેને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ