બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A case of tampering with the dead body of a woman in Upleta

તપાસની માગ / ઉપલેટાની ચોંકાવનારી ઘટના: કોઈએ દફનાવેલી મહિલાનો મૃતદેહને બહાર કાઢી નાખ્યો, તાંત્રિકવિધિ થયાની શંકા

Kishor

Last Updated: 11:35 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપલેટા પંથકમાં બીમારી સબબ મહિલાનું મોત નિપજ્યા બાદ તેમની ધાર્મિક વિધિ વિધાન સાથે દફનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલાના મૃતદેહને કોઈએ બહાર કાઢી ચેડા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા લોકો તપાસની માંગ કરી રહ્યા છે.

  • ઉપલેટા નજીક આવેલા ખાખીજાળીયા ગામનો વિચિત્ર કિસ્સો
  • મહિલાના મૃતદેહને કોઈએ બહાર કાઢી ચેડા કર્યા
  • ઉપલેટા પંથકમાં બીમારી સબબ મહિલાનું થયું હતું મોત

રાજકોટના ઉપલેટા પંથકમાં દફન કરાયેલી મહિલાની લાશને કોઈએ બહાર કાઢી હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મહત્વનું છે કે તાંત્રિક વિધિના નામે કોઈએ કબર ખોદી મહિલાના મૃતદેહ સાથે ચેડા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ઉપલેટા નજીક આવેલા ખાખીજાળીયા ગામના આ વિચિત્ર કિસ્સાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે ગામના લોકોએ આ ઘટનાની જાણ કરતા સબંધિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગ દોડતો થયો
પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે

આ મામલે જાણવા મળતી વિગત અનુસાર ખાખીજાળીયા ગામે રહેતાં શાંતાબેન દાનાભાઈ સોલંકી નામના 50 વર્ષીય મહિલાનું ગઈકાલે બીમારી સબબ મોત નીપજ્યું હતું. સારવાર કારગત ન નીવડતા મહિલાનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારજનો દ્વારા વિધિવત રીતે તેમની દફનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ દફન કર્યાના બીજા દિવસે મહિલાના મૃતદેહને કોઈએ ખોદી બહાર કાઢી નાખતા ગામમાં ચકચાર મચી ગઈ હતી.

લોકોએ કરી તપાસની માંગ

આ મામલે ગ્રામજનોને જાણ થતા તેમણે ઉપલેટા મામલતદાર કચેરી અને ભાયાવદર પોલીસ સ્ટાફનો સંપર્ક કર્યો હતો  આથી પોલીસે દોડી જઇ મહિલાના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા હતા. બીજી બાજુ પોલીસ દ્વારા નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. તો તાંત્રિક વિધિના નામે કોઈએ આ પ્રકારના ચેડા કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે અને પોલીસ પણ આ દિશામાં કાર્યવાહી કરી રહી છે અને આગામી સમયમાં સત્ય પરથી પડદો ઉંચાઈ શકે છે.

મૃતદેહને નિર્વસ્ત્ર કરી વિધિ?

આ અંગે મૃતક મહિલાના પુત્ર કૈલાશભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે માતાનું બીમારી સબબ મોત નીપજ્યા બાદ શનિવારે તેમની દફનવિધિ કરાઈ હતી. ત્યારબાદ આજે રવિવારે અહીંથી પસાર થતાં એક વ્યક્તિને મૃતદેહના સ્થળે જમીન ખોદાયેલી અને વેરવિખેર થયેલી હાલતમાં જોવા મળી હતી. બાદમાં તેઓએ ગ્રામજનોને જાણ કરી હતી અને સમગ્ર મામલો ઉચ્ચકક્ષાએ પહોંચ્યો હતો. પોલીસ અધિકારીઓ ઉપરાંત મામલતદાર સ્ટાફ સાથે સામાજિક આગેવાન મહેશભાઈ ચૌહાણ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જ્યા મૃતદેહ દફનાવવામાં આવ્યો ત્યાં અજાણ્યા શખ્સોએ માટી ખોદી મૃતદેહને બહાર કાઢ્યો હતો. તેઓએ કહ્યું કે તાંત્રિક વિધિના નામે કોઈએ મૃતદેહને નિર્વસ્ત્ર કરી વિધિ કરી હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે આરોપીને તાત્કાલિક પકડી સજા કરવામા આવે તેવી માંગ કરાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ