બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A BJP leader in Gir Somnath was robbed of Rs.21 lakh
Priyakant
Last Updated: 01:11 PM, 9 November 2023
ADVERTISEMENT
Gir Somnath Robbery : રાજ્યમાં અનેકવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં તસ્કરો નેતાઓના ઘરને પણ નિશાન બનાવી રહ્યા છે. આ અગાઉ અરવલ્લીમાં એક નેતાના ઘરે ચોરી બાદ હવે ગીર સોમનાથ ભાજપ નેતાના ધરે ચોરીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વિગતો મુજબ તસ્કરોએ ભાજપ નેતાના ઘરને નિશાન બનાવીને રૂ.21 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
ગીર સોમનાથના સૂત્રાપાડાના પસનાવાડા ગામમાં ભાજપ નેતાના ઘરે ચોરીની ઘટના બની છે. માહિતી મુજબ ભાજપ નેતા નેતા કેશુભાઈ જાદવના ઘરે રૂ.21 લાખની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ મકાનનું લોકર તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં તસ્કરો રૂ,6 લાખ રોકડા અને રૂ.15 લાખના દાગીનાની ચોરી કરી પલાયન થઈ રહ્યા હતા. કેશુભાઈ જાદવ જિ.પંના બાંધકામ સમિતિના ચેરમેન રહી ચુક્યા છે. આ તરફ હવે ચોરીને લઈ સુત્રાપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.