બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A bank manager husband committed suicide in Valsad after getting fed up with his wife's affair

વલસાડ / 'મેંને સચ્ચા પ્યાર કિયા...ભગવાનની જેમ પૂજા કરી': VIDEO બનાવી પતિનો આપઘાત, પત્ની અઢી વર્ષથી પરપુરુષ સાથે રહેતી હોવાનો આરોપ

Malay

Last Updated: 02:52 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં પત્નીના આડાસંબંધથી કંટાળીને બેંક મેનેજર પતિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો.

 

  • વલસાડમાં બેંક મનેજરે કર્યો આપઘાત 
  • પત્નીના આડા સંબંધથી કંટાળી કર્યો આપઘાત
  • આપઘાત કરતા પહેલા બનાવ્યો વીડિયો
  • પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો વીડિયોમાં ઉલ્લેખ

દેશમાંથી ઘણીવાર એવા કિસ્સા સામે આવે છે, જેમાં પતિ અથવા પત્ની કંટાળી આત્મહત્યા જેવું પગલુ ભરી લેતા હોય છે. ઘણીવાર પત્નીના અવૈધ સંબંધથી કંટાળીને પતિ આત્મહત્યા કરી લેતો હોય છે, તો ઘણીવાર પત્ની પતિના અવૈધ સંબંધથી કંટાળીને જીવન ટૂંકવી લેતી હોય છે. ત્યારે હાલ આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક પતિએ પત્નીની બેવફાઈથી કંટાળીને આપઘાત કરી લીધો છે. 

પત્નીના આડા સંબંધથી કંટાળીને પતિએ આપઘાત કર્યો
આ બનાવ વલસાડનો છે. વલસાડમાં પત્નીના આડા સંબંધથી કંટાળીને પતિએ આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાત કરતા પહેલા પતિએ વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેમણે આપઘાત પાછળ પત્નીને જવાબદાર ગણાવી હતી.

મૃતક કવલજીત સિંહ

રડતા રડતા મૂંઝવણ અને પીડા વ્યક્ત કરી
વીડિયોમાં તેમણે રડતા રડતા મૂંઝવણ અને પીડા વ્યક્ત કરી છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે 'મારી પત્ની ભૂમિકા ઠાકુરનું 28 વર્ષથી સુનિલ વર્મા સાથે અફેર છે, મેં તેને ઘણીવાર રંગેહાથ પકડી છે. જેના પુરાવા મારા ફોનમાં અને ડ્રાઈવમાં પડ્યા છે. મેં તેને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે સમજી નહીં. મેં તેને સાચો પ્રેમ કર્યો..ભગવાનની જેમ પૂજા કરી. પણ તે મને ન સમજી શકી. હું એટલો પ્રેમ કરું છું કે પત્નીનો અફેર હોવા છતાં હું નફરત કરી શકતો નથી.'

'મને કહ્યું કે તું ક્યાંક જઈને મરી જા'
તેઓ કહી રહ્યા છે કે, 'હું આજે જ્યારે તેને સમજાવા ગયો ત્યારે તેણે મને કહ્યું કે મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો અને તું ક્યાંક જઈને મરી જા. તો હું હવે તારી લાઈફમાંથી જઈ રહ્યો છું.  મારા બાળકોનું તું ધ્યાન રાખજે.' 

પોલીસે હાથ ધરી તપાસ 
આપને જણાવી દઈએ કે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મૃતકનું નામ  કવલજીત સિંહ છે અને તેઓ વલસાડના જુજવામાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. હાલ વલસાડ રૂરલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ