બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 90% of you here are beggars, many pickpockets are also coming; Saudi Arabia embarrassed Pakistan

લો બોલો / સાઉદી અરેબિયા પાકિસ્તાનથી કંટાળ્યું, કહ્યું અહિયાં 90 ટકા ભિખારી તમારા છે, મસ્જિદોમાં ફરી રહ્યા છે જેબકાતરુંઓ... જુઓ કેવી ફજેતી કરી

Pravin Joshi

Last Updated: 04:38 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના ઘણા મોટા દેશોમાં ભીખ માંગનારા 90 ટકા લોકો પાકિસ્તાનના છે. પાકિસ્તાનની વિદેશ બાબતોની સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે.

  • દુનિયાના ઘણા મોટા દેશોમાં ભીખ માંગનારા 90 ટકા લોકો પાકિસ્તાનના 
  • પાકિસ્તાનની વિદેશ બાબતોની સંસદીય સમિતિએ વાતની પુષ્ટી કરી
  • જાપાન ભિખારીઓ અને પાકિસ્તાનના ખિસ્સાકાતરુઓનું ફેવરિટ સ્થળ


દુનિયાના ઘણા મોટા દેશોમાં ભીખ માંગનારા 90 ટકા લોકો પાકિસ્તાનના છે. પાકિસ્તાનની વિદેશ બાબતોની સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે. સમિતિએ સ્વીકાર્યું છે કે પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ભિખારીઓ અન્ય દેશોમાં જઈ રહ્યા છે અને તેનું કારણ માનવ તસ્કરી પણ હોઈ શકે છે. વિદેશ મંત્રાલયના સચિવ ઝુલ્ફીકાર હૈદરે સંસદીય સમિતિની બેઠક દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે આની પાછળ એક આખું રેકેટ કામ કરી રહ્યું છે અને આમાંથી મોટી સંખ્યામાં લોકોને સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાક લઈ જવામાં આવે છે. એટલું જ નહીં મક્કા અને મદીના જેવા પવિત્ર સ્થળોએથી પકડાયેલા ખિસ્સાકાતરુઓ પણ પાકિસ્તાની મૂળના હોવાનું બહાર આવ્યું છે.

સિનેમા ખૂલ્યા, મહિલાઓને આપ્યા અધિકાર: વિશ્વભરમાં આધુનિક ઈસ્લામનો ચહેરો બની  રહ્યા છે મહોમ્મદ બિન સલમાન, 13 ભાઈ-બહેનોમાં સૌથી નાના હોવા છતાં ...

જાપાન ભિખારીઓ અને પાકિસ્તાનના ખિસ્સાકાતરુઓનું ફેવરિટ 

જો કે આ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે હવે જાપાન ભિખારીઓ અને પાકિસ્તાનના ખિસ્સાકાતરુઓનું ફેવરિટ સ્થળ બની રહ્યું છે. હવે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ ત્યાં જઈ રહ્યા છે. એટલું જ નહીં સંસદીય સમિતિની બેઠકમાં પણ સાઉદી અરેબિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાઉદી અરેબિયાએ પાકિસ્તાની અધિકારીઓને લોકોને હજ ક્વોટા માટે મંજૂરી આપવામાં સાવચેત રહેવા કહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે હજ ક્વોટાના નામે મોટી સંખ્યામાં ભિખારીઓ સાઉદી અરેબિયામાં આવી રહ્યા છે. સાઉદી અરેબિયાનું કહેવું છે કે ભીખ માંગવા બદલ ધરપકડ કરાયેલા 90 ટકા લોકો પાકિસ્તાનના છે.

તીર્થયાત્રાના બહાને ભીખ માંગવા લાગ્યા 

આ તમામ લોકો હજ ક્વોટા પર સાઉદી અરેબિયા પહોંચ્યા હતા અને ત્યાં તીર્થયાત્રાના બહાને ભીખ માંગવા લાગ્યા હતા. એટલું જ નહીં સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને શરમાવે તેવી વધુ એક વાત કહી છે. સાઉદી અરબ સરકારે પાકિસ્તાનને કહ્યું કે અમારી જેલો પાકિસ્તાની મૂળના કેદીઓથી ભરેલી છે. આ સિવાય મક્કાની પવિત્ર મસ્જિદ-અલ-હરમ નજીકથી પકડાયેલા ખિસ્સાકાતરુઓ તમામ પાકિસ્તાનના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ લોકો ઉમરાહના નામે સાઉદી અરેબિયા જતા હતા અને પછી ભીખ માંગવા અને પિકપોકેટીંગ જેવા કામમાં લાગી જતા હતા.

પાકિસ્તાનના ભિખારીઓ અને ખિસ્સાકાતરુઓ સાઉદી અરેબિયા કેમ જાય છે?

પાકિસ્તાનની સંસદીય સમિતિએ કહ્યું કે આવા લોકોમાં મોટાભાગના અકુશળ મજૂરો છે. કોઈ કામના અભાવે આવા લોકો સાઉદી અરેબિયાના વિઝા મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં આ લોકો ઉમરાહ કરવાના બહાને ત્યાં પહોંચી જાય છે અને પછી આવી પ્રવૃત્તિઓમાં લાગી જાય છે. આ પાછળ કોઈ મોટું રેકેટ હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા અને અન્ય આરબ દેશોમાં મોટી સંખ્યામાં કુશળ કારીગરો અને કામદારો ભારતીય અને બાંગ્લાદેશી મૂળના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ