બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 7th Pay Commission government likely to give 3 percent da hike to central employees

7th Pay Commission / સરકારી નોકરી કરતાં લોકો માટે ગુડ ન્યૂઝ! સેલેરીમાં આટલા ટકા વધારો આપવાની તૈયારીમાં મોદી સરકાર

Arohi

Last Updated: 10:53 AM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

7th Pay Commission DA Hike: સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત વધારો કરે છે. પહેલી વખત ગઈ 24 માર્ચ 2023એ તેમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કર્મચારીઓના ડીએ 38 ટકાથી વધીને 42 ટકા થઈ ગયા હતા.

  • સરકારી નોકરી કરતાં લોકો માટે ગુડ ન્યૂઝ
  • પગારમાં થઈ શકે છે આટલા ટકાનો વધારો 
  • મોંઘવારી ભથ્થામાં વધારો કરશે મોદી સરકાર 

કેન્દ્ર સરકારની તરફથી કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી શકે છે. વર્ષ 2023ના બીજા 6 મહિના માટે સરકારની તરફથી મોંઘવારી ભથ્થામાં વધારા માટે જાહેરાત કરવામાં આવી શકે છે. DAમાં 3 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. એવામાં અત્યાર સુધી મળનાર 42 ટકા મોંઘવારી ભથ્થુ વધીને 45 ટકા થઈ જશે. જો આમ થઈ જશે તો એક કરોડ કર્મચારીઓ અને નોકરીયાતને તેનો લાભ મળશે. 

હાલ 42% મળે છે મોંઘવારી ભથ્થુ 
મહત્વનું છે કે સરકાર વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલો વધારો એટલે કે DAમાં વધારો ગઈ 24 માર્ચ 2023એ કરવામાં આવ્યો હતો અને વધતા મોંઘવારી ભથ્થાનો લાભ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે જાન્યુઆરી, 2023થી પ્રભાવી છે. ત્યારે સરકારે ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. જેનાથી આ 38 ટકાથી વધીને 42 ટકા થઈ ગયો હતો. હજુ પણ તેમાં 4 ટકાના વધારાની માંગ કરવામાં આવી રહી છે. 

પરંતુ આશા છે કે સરકાર ડીએ 3 ટકા સુધી વધારી શકે છે. જણાવી દઈએ કે એક રિપોર્ટમાં ઓન ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાના હવાલે કહેવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની માંગ થઈ રહી છે. 

આ આધાર પર નક્કી થાય છે DA
જોકે કેન્દ્ર સરકારની તરફથી આ સંબંધમાં કોઈ જાહેરાત કે ટિપ્પણી નથી કરવામાં આવી. પરંતુ સીપીઆઈ-આઈડબ્લ્યૂના આંકડાને જોતા એવી આશા રાખવામાં આવી રહી છે. હકીકતે કેન્દ્ર સરકારની તરફથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થામાં વધારો શ્રમ બ્યૂરોની તરફથી જાહેર કરેલા અપડેટ CPI-IWના આધાર પર નક્કી કરવામાં આવે છે. તેના આંકડા પર નજર કરીએ તો જુલાઈ 2023માં  CPI-IW, 3.3 પોઈન્ટ ઉપર ચડીને 139.7 થઈ ગયો હતો. એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલના કરીએ તો આ લગભગ 0.90 ટકાનો વધારો દર્શાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ