બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 75L LPG connections would be given free of cost in 3 yrs

BIG NEWS / મહિલાઓને મફતમાં 75 લાખ ગેસ કનેક્શન આપવાનું મોદી સરકારનું એલાન, કેબિનેટની બેઠકના મોટા નિર્ણયો

Hiralal

Last Updated: 04:11 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવાયા છે.

  • ચૂંટણી મોસમમાં મહિલાઓને રિઝવવા મોદી સરકારનો મોટો નિર્ણય
  • 75 લાખ મહિલાઓને મળશે નવા ગેસ કનેક્શન
  • ટ્રાફિક ચલણ માટે વર્ચ્યુઅલ કોર્ટની સ્થાપના કરાશે 

ચૂંટણીની મોસમમાં મહિલાઓને સાધવા માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદીની અધ્યક્ષતાામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 75 લાખ મહિલાઓને નવા ગેસ કનેક્શન મળશે. કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, પહેલો નિર્ણય એ છે કે આગામી 3 વર્ષ સુધી એટલે કે 2026 સુધી 75 લાખથી વધુ LPG કનેક્શન મફત આપવામાં આવશે... આ ઉજ્જવલા યોજનાનું વિસ્તરણ છે." આ યોજના હેઠળ, આગામી ત્રણ વર્ષ માટે ગેસ જોડાણો આપવામાં આવશે, જેમાં પ્રથમ રિફિલ મફત છે, જેનો ખર્ચ ઓઇલ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે.

ટ્રાફિક ચલણ માટે વર્ચ્યુઅલ કોર્ટની સ્થાપના
કેન્દ્રીય કેબિનેટ ટ્રાફિક ચલણ માટે વર્ચ્યુઅલ કોર્ટની સ્થાપનાને પણ મંજૂરી આપી છે. 

ઈ-કોર્ટ પર સરકારનો ભાર
અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટનો બીજો નિર્ણય એ છે કે 7,210 કરોડ રૂપિયાના ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ ફેઝ 3ને આજે મંજૂરી આપવામાં આવી છે. તેનો હેતુ ઓનલાઈન અને પેપરલેસ કોર્ટની સ્થાપના કરવાનો છે… આ ન્યાયિક વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે… પેપરલેસ કોર્ટ માટે ઈ-ફાઈલિંગ અને ઈ-પેમેન્ટ સિસ્ટમને સાર્વત્રિક બનાવવામાં આવશે… ડેટા સ્ટોર કરવા માટે ક્લાઉડ સ્ટોરેજ બનાવવામાં આવશે. તમામ કોર્ટ સંકુલોમાં 4,400 ઈ-સેવા કેન્દ્રો સ્થાપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ એ પણ જણાવ્યું કે રક્ષાબંધન પર એલપીજીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ કહ્યું છે કે આ  યોજનાઓએ મહિલાઓના જીવનમાં મોટો બદલાવ લાવ્યો છે.

G20 સમિટની સફળતા માટે પીએમ મોદીનો આભાર માનતો પ્રસ્તાવ 
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં PM નરેન્દ્ર મોદીને G20 સમિટની સફળતાપૂર્વક પૂર્ણ થવા પર અભિનંદન આપતો ઠરાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે આજે ભારત વૈશ્વિક એજન્ડા-સેટિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આનો શ્રેય દેશના નેતૃત્વને જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ