બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / 72 hoorain teaser released film attacks on terrorism

મનોરંજન / આતંકવાદને ઉજાગર કરતી '72 હૂરેં' ફિલ્મનું દમદાર ટીઝર રિલીઝ, લોકોએ કહ્યું 'આગ લગા દી...'

Arohi

Last Updated: 10:25 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

72 Hoorain Teaser: '72 હૂરેં' જલ્દી જ સિનેમાઘરોમાં દસ્તક આપશે. જેનું ટીઝર હાલમાં જ રિલીઝ થઈ ગયું છે. ટીઝર દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. '72 હૂરેં' ના ટીઝરથી સ્પષ્ટ છે કે ફિલ્મ આતંક અને આતંકવાદ પર એક પ્રહાર છે.

  • '72 હૂરેં'નું ટીઝર થયું રિલીઝ
  • આતંકવાદને ઉજાગર કરે છે ફિલ્મ 
  • દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે ટીઝર 

સંજય પુરન સિંહ ચૌહાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ '72 હૂરેં'નું પહેલું ટીઝર આજે 4 જૂને રિલીઝ થઈ ગયું છે. જેમાં પવન મલ્હોત્રા અને આમિર બશીર જેવા એક્ટર્સ મહત્વના રોલમાં છે. ફિલ્મના ટીઝર દ્વારા આતંકવાદનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. અમુક કટ્ટરપંથી કઈ રીતે સામાન્ય લોકોને ધર્મના નામ પર આતંકવાદી બનાવી દે છે. ફિલ્મના ટીઝરથી જાહેર થાય છે કે ફિલ્મ આતંકવાદની માનસિકતા પર છે. 

ટીઝર જોયા બાદ લોકો આપી રહ્યા છે પ્રતિક્રિયા 
ફિલ્મનું નામ પણ જણાવે છે કે કઈ રીતે અમુક કટ્ટરપંથી જીહાદના નામ પર સામાન્ય લોકોને આતંકવાદનો રસ્તો અપનાવવા માટે મજબૂર કરે છે અને તેમને વિશ્વાસ અપાવે છે કે તે મર્યા બાદ જ્યારે જન્નત જશે ત્યારે '72 હૂરેં' (કુવારી યુવતીઓ) તેમની સેવા કરશે. 

ફિલ્મ '72 હૂરેં'નું ટીઝર જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ફિલ્મની રાહ જોઈ રહ્યો છું, શાનદાર ટીઝર." બીજા એક યુઝરે લખ્યું, "ફિલ્મ રિલીઝની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છીએ."

આતંકવાદ પર પ્રહાર છે ફિલ્મ '72 હૂરેં' 
નેટિજેન્સ ફિલ્મના નામના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "જબરદસ્ત". જ્યારે બીજા એક યુઝરે ફિલ્મનું ટિઝર જોઈ લખ્યું, "બોલિવુડે આગ લગાવી દીધી". ફિલ્મ '72 હૂરેં'નો વિષય ધ કેરલ સ્ટોરી અને ધ કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મો સાથે મળે છે. 

ફિલ્મ આતંકવાદ અને આતંકવાદીઓની માનસિકતા પર ખુલીને વાત કરે છે. જોકે અમુક એવા પણ લોકો છે જેમને લાગે છે કે આ પ્રકારની ફિલ્મો મુસ્લિમોના વિરૂદ્ધ નફરત અને ડરની ભાવનાને પ્રોત્સાહન આપશે. 

7 જુલાઈએ રિલીઝ થશે ફિલમ '72 હૂરેં' 
ફિલ્મ '72 હૂરેં' ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી ચુકી છે. ફિલ્મને વર્ષ 2019માં ગોવામાં આયોજીત થયેલા 'ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'માં જર્શાવવામાં આવી હતી. સંજય પુરન સિંહ ચૌહાને વર્ષ 2021માં ફિલ્મ માટે બેસ્ટ ડાયરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

ટીઝર જોઈને લાગે છે કે આ દર્શકોના રૂવાડા ઉભા કરી દેશે. આ ફિલ્મ આવતા મહિને 7 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ