બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 70 days, 2 groups, 12 stadiums, know 5 big things about IPL 2023 schedule

ક્રિકેટ / 70 દિવસ, 2 ગ્રુપ, 12 સ્ટેડિયમ, જાણો લો IPL 2023ના શિડ્યુલની 5 મોટી વાતો

Vishal Khamar

Last Updated: 09:59 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે અને તેની સાથે જ ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે.

  • IPL ની આગામી સિઝનનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું
  • BCCIએ શુક્રવારે IPL-2023નું શિડ્યુલ જાહેર કર્યું
  •  31 માર્ચથી શરૂ થઈ રહી છે અને 28 મેના રોજ ફાઈનલ મેચ રમાશે

લાંબી રાહ જોયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝનનું શિડ્યુલ આવી ગયું છે.  BCCIએ શુક્રવારે IPL-2023નું શિડ્યુલ જાહેર કર્યું.  આ શિડ્યુલની પાંચ મુખ્ય અને મોટી બાબતો શું છે, ચાલો અમે તમને જણાવીએ.

IPL 2023 31 માર્ચથી શરૂ થઈ રહી છે અને 28 મેના રોજ ફાઈનલ મેચ રમાશે.  પ્રથમ મેચ વર્તમાન વિજેતા હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

કોવિડને કારણે યુએઈમાં બે સીઝન રમાઈ હતી જ્યારે પાછલી સીઝન મુંબઈ અને પુણેમાં રમાઈ હતી. જોકે આ વખતે લીગ જૂના હોમ-અવે ફોર્મેટમાં રમાશે. લીગ મેચો 12 સ્ટેડિયમમાં યોજાશે. જેમાં અમદાવાદ, મોહાલી, લખનૌ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી, ધર્મશાલાનો સમાવેશ થાય છે.

આ સીઝનમાં લીગમાં કુલ 74 મેચો રમાશે જેમાંથી 70 મેચ ગ્રુપ સ્ટેજની હશે. આ પછી ત્રણ પ્લેઓફ અને ફાઈનલ મેચ થશે. 

10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-એમાં મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સની ટીમો છે. જ્યારે ગ્રુપ-બીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ છે.

બે ગ્રુપમાં વહેંચાયેલી ટીમો સ્ટેજમાં કુલ 14-14 મેચ રમશે. આ પછી ત્રણ પ્લેઓફ અને ફાઈનલ મેચ રમાશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ