બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / 7 inches in Visavadar and 12 inches in Khambhalia, railway track washed away in Dwarka, youth strangled in Amreli, see videos

જળબંબાકાર / વિસાવદરમાં 7 ઇંચ તો ખંભાળિયામાં 12 ઇંચ, દ્વારકામાં રેલવે ટ્રેક ધોવાયો, અમરેલીમાં યુવક તણાયો, જુઓ Videos

Vishal Khamar

Last Updated: 08:09 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢનાં વિસાવદરમાં ભારે વરસાદનાં કારણે ભારે નુકશાન થવા પામ્યું છે. ત્યારે લોકોનાં ઘરો તેમજ ખેતરોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો ભારે વરસાદનાં કારણે અમરેલી જીલ્લાનાં 10 જળાશયો છલકાયા હતા.

  • જૂનાગઢનાં વિસાવદરમાં આભ ફાટ્યું
  • બે કલાકમાં સાત ઈંચ વરસાદથી પાણી ભરાયા
  • ભારે વરસાદનાં કારણે નદી નાળા બે કાંઠે

જૂનાગઢનાં વિસાવદરમાં આભ ફાટ્યું છે. વિસાવદરમાં બે કલાકમાં સાત ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદનાં કારણે વિસાવદરમાં પાણી ભરાયા હતા. તે નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. તેમજ વિસાવદરમાં સિઝનમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.

સુરવો નદીના પાણીના પ્રવાહમાં યુવક તણાયો
અમરેલી-વડીયાનાં ખાન ખીજડીયાની નદીમાં યુવક તણાયો હતો. ત્યારે નદીનાં વહેતા પાણીમાં બાઈક લઈને પસાર થતો યુવક પાણીમાં તણાયો હતો. જ્યારે ભારે વરસાદનાં કારણે સુરવો ડેમનો દરવાજો ખોલતા નદીઓ બે કાંઠે થઈ હતી. તેમજ સુરવો નદીનાં પાણીનાં પ્રવાહમાં યુવક તણાયો હતો. યુવક બાઈક સાથે પાણીમાં તણાયાનો લાઈવ વિડિયો સામે આવ્યો છે. યુવકને બચાવવા માટે દોરડું પણ ન હોવાથી યુવક પાણીનાં પ્રવાહમાં ગરકાવ થઈ ગયો હતો. 

ધારીના ખોડિયાર ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયો
ભારે વરસાદથી અમરેલી જીલ્લાનાં 10 જળાશો છલકાયા હતા. અમરેલીનાં ઠેબી ડેમનાં 2 દરવાજા 0.30 મીટર સુધી ખોલાયા હતા. શેલ દેદુમલ ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો. વડીયાનો સુરવો ડેમનો દરવાજો 1 દરવાજો 3 ઈંચ સુધી ખોલવામાં આવ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાયડી ડેમનો 1 દરવાજો ખોલાયો હતો. તેમજ ધારીનાં ખોડિયાર ડેમનાં 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા હતા. તેમજ સૂરજ વડી-લુવારાનો સૂરજ વડી ડેમ ઓવરફ્લો થયો હતો. 

બે પિતરાઇ ભાઇ લપસી જતા મોત નિપજ્યું
માંગરોળમાં ભારે વરસાદથી ખેતરનાં રસ્તા પરથી બે પિતરાઈ ભાઈ લપસી જતા મોત નિપજ્યું હતું. ત્યારે માંગરોળનાં કંકાણા વાડી નજીકમાં બનાવ બન્યો હતો. બે પિતરાઈ ભાઈનાં મૃતદેહને પીએમ અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ