બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 60 year old man arrested for threatening to blow up Rahul Gandhi, Crime Branch caught under Rasuka

કાર્યવાહી / રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર 60 વર્ષનો ઈસમ ઝબ્બે, પત્ર ચોંટાડી કહ્યું હતું યાત્રામાં પતાવી દઇશ

Megha

Last Updated: 11:15 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપનાર આરોપી દયા સિંહની ક્રાઇમ બ્રાન્ચે બુધવારે રાસુકા (NSA) હેઠળ ધરપકડ કરી છે, રાસુકા હેઠળ વોરંટ ઈસ્યુ થયું હતું ત્યારથી તે ફરાર હતો.

  • રાહુલ ગાંધીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ
  • બુધવારે ઉજ્જૈનમાંથી દયા સિંહની ધરપકડ કરી હતી
  • રાસુકા હેઠળ વોરંટ ઈસ્યુ થયું હતું ત્યારથી તે ફરાર હતો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે. જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા દરમિયાન ઈન્દોરમાં રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો અને આ કેસની તપાસમાં જોડાયેલી પોલીસે હવે 60 વર્ષના આરોપીની ધરપકડ કરી લીધી છે. 

રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપનાર આરોપી દયા સિંહની ક્રાઇમ બ્રાન્ચે રાસુકા (NSA) હેઠળ ધરપકડ કરી છે. નોંધનીય છે કે દયા સિંહ 60 વર્ષનો છે અને તે બેતુલનો રહેવાસી છે. મળતી જાણકારી અનુસાર ક્રાઇમ બ્રાન્ચે બુધવારે ઉજ્જૈનમાંથી દયા સિંહની ધરપકડ કરી હતી. આ સાથે જ એમ પણ જાણવા મળ્યું છે કે રાસુકા હેઠળ વોરંટ ઈસ્યુ થયું હતું ત્યારથી તે ફરાર હતો. 

પોલીસના જણાવ્યા અનુસાર ગયા વર્ષે નવેમ્બરમાં દયા સિંહે એક મીઠાઈની દુકાન પર પત્ર લખીને રાહુલ ગાંધીની હત્યા અને ઈન્દોરમાં બોમ્બ ધમાકા કરવાની ચેતવણી આપી હતી. એ કેસની તપાસ કરતાં પોલીસે તે સમયે દયા સિંહને પકડી લીધો હતો પણ જામીન પર મુક્ત થયો હતો. જો કે એ બાદ કલેકટરે આરોપી સામે રાસુકા વોરંટ ઈશ્યુ કર્યું હતું જે પછી તે ફરાર હતો. બાદમાં ક્રાઈમ બ્રાન્ચને બુધવારે દયાસિંહને પકડવામાં સફળતા મળી હતી.

અંહિયા મહત્વની વાત એ છે કે મીઠાઈની દુકાનમાંથી મળેલા પત્રમાં શીખ રમખાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સાથે જ વ્યક્તિએ કોંગ્રેસ નેતા કમલનાથને મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ