બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 6 powerful mantras to human safty recite gayatri shiv mantras to get rid problems according to jyotish

ઉપાય / પરેશાનીઓથી મેળવવો છે છૂટકારો? તો આજથી જ આ 6 દિવ્ય મંત્રોનો જપ કરી દો પ્રારંભ, પછી જુઓ પરિણામ

Manisha Jogi

Last Updated: 01:53 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવનમાં અનેક પ્રકારના સંકટ આવે છે અને તે માટેનું આધ્યાત્મિક સમાધાન પણ છે. આ મંત્રોનો નિયમિતરૂપે જાપ કરવાથી તમામ પ્રકારે રક્ષા થાય છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • જીવનમાં તમામ સંકટ માટેનું આધ્યાત્મિક સમાધાન પણ છે
  • નિયમિતરૂપે જાપ કરવાથી દૈવીય સહાયતા પ્રાપ્ત થાય છે
  • આ મંત્રોનો જાપ કરવાથી તમામ પ્રકારે રક્ષા થાય છે

જીવનમાં અનેક પ્રકારના સંકટ આવે છે અને તે માટેનું આધ્યાત્મિક સમાધાન પણ છે. દરેક ધર્મમાં દિવ્ય મંત્ર વિશે જણાવવામાં આવ્યું છે, જેનો જાપ કરવાથી સંકટમાંથી મુક્તિ મળે છે. નિયમિતરૂપે જાપ કરવાથી દૈવીય સહાયતા પ્રાપ્ત થાય છે. આ મંત્રોનો નિયમિતરૂપે જાપ કરવાથી તમામ પ્રકારે રક્ષા થાય છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ગાયત્રી મંત્ર
।।ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।।
મંત્રની અસર
આ મંત્રને હિંદુ શાસ્ત્રમાં પ્રથમ અને ‘મહામંત્ર’ કહેવામાં આવે છે. તમામ સમસ્યા માટે આ એક કારગર મંત્ર છે, જે માટે શુદ્ધ અને પવિત્ર હોવું જરૂરી છે. નહીંતર મંત્રની અસર થતી નથી. 

મહામૃત્યુંજય મંત્ર
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिंपुष्टिवर्द्धनम्।
उर्वारुकमिव बन्धानान्मृत्योर्मुक्षीय माऽमृतात्।।
મંત્રની અસર
કાળ અથવા મૃત્યુને ટાળવા માટે ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે. ઘરમાં કોઈ વ્યક્તિ બિમાર અથવા હોસ્પિટલમાં દાખલ હોય તો નિયમિતરૂપે આ મંત્રનો જાપ કરવો. આ મંત્રના જાપ સમયે શુદ્ધ અને પવિત્ર હોવું જરૂરી છે. નહીંતર મંત્રની અસર થતી નથી.

શ્રી કૃષ્ણ મંત્ર
ॐ श्रीकृष्णाय शरणं मम। या कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नम:॥
મંત્રની અસર
નિયમિતરૂપે આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં કલેશનો નાશ થાય છે. આ મંત્ર જાપ કરતા સમયે અને દેવી દેવતાનું સ્મરણ ના કરવું જોઈએ. 

શિવ મંત્ર
ॐ नम: शिवाय
મંત્રની અસર
નિયમિતરૂપે આ મંત્રનો જાપ કરવાથી જીવન ચિંતામુક્ત બને છે, તથા જીવનમાં શાંતિ અને શીતળતા પ્રદાન કરે છે. શિવલિંગ પર જળ તથા બિલીપત્ર ચઢાવીને રુદ્રાક્ષની માળાથી જાપ કરો. આ ત્રણ શબ્દોને મહામંત્ર માનવામાં આવે છે. 

રામ મંત્ર
राम… राम… राम….
મંત્રની અસર
નિયમિતરૂપે આ મંત્રનો જાપ કરવાથી શાંતિ મળે છે અને ચિંતાથી છુટકારો મળે છે તથા દિમાગ શાંત રહે છે. રામ નામના જાપને ઉત્તમ માનવામાં આવે છે, જે તમામ પ્રકારના નકારાત્મક વિચારોનો નાશ કરે છે. ઉપરાંત હ્રદય નિર્મળ બને છે અન ભક્તિભાવનો સંચાર થાય છે. 

હનુમાન મંત્ર
ॐ हं हनुमते नम:
મંત્રની અસર
નિયમિતરૂપે આ મંત્રનો જાપ કરવાથી સફળતા પ્રાપ્ત થવાના અને વિજયી થવાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જેથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. હનુમાનજીને શિંદૂર, ગોળ અને ચણા અર્પણ કરીને તેમનું સ્મરણ કરવું જોઈએ. મૃત્યુતુલ્ય કષ્ટ હોય તો તાત્કાલિક સ્તરે આ મંત્રનો જાપ કરવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ