બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / 6 diseases will also be cured Poha is also beneficial for diabetes-blood pressure patients

હેલ્થ / વજન જ નહીં આ 6 બીમારીઓ પણ ઠીક કરી દેશે પૌંઆ, ડાયાબિટીસ-બ્લડપ્રેશરના દર્દીઓ ખાસ ખાય

Kishor

Last Updated: 11:32 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૌંઆને હેલ્ધી ફૂડ માનવામાં આવે છે જે માત્ર વજન જ નહી પરંતુ 6 બીમારીમાથી પણ રાહત આપે છે અને ડાયાબિટીસ-બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ ગણકારક હોવાનો દાવો કરવામાં આવે છે.

  • 6 બીમારીમાથી પણ રાહત આપે છે પૌંઆ
  • ડાયાબિટીસ-બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ ગણકારક
  • પૌંઆમાં ફાઈબર, આયર્ન, વિટામિન અને કાર્બોહાઈડ્રેટ્સ મળે છે ભરપૂર

પૌંઆ ખાવાનું મોટાભાગના લોકો પસંદ કરતા હોય છે આ પૌંઆને હેલ્ધી નાસ્તો માનવામાં આવે છે અને આ નાસ્તો બનાવવો પણ ખૂબ સરળ છે અને  ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે, જેમાં પણ ઈન્દોરના પૌંઆ દેશ દુનિયામાં વખણાઇ છે. વૃદ્ધો, બાળકો કે યુવાનો તમામ વર્ગના લોકો પૌંઆ ખાવાનું પસંદ કરતા હોય છે. પૌંઆમાં ફાઈબર, આયર્ન, વિટામિન અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. 

નાસ્તામાં પૌંઆ ખાઈને નીકળવાથી મળે છે આ 6 મોટા ફાયદા, આજથી જ બદલો આદત | Eat  Poha in Breakfast know health benefits of poha

પૌંઆ ખાવાના ફાયદાની વાત કરીએ તો રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે અને પૌંઆમાં અમુક શાકભાજી પણ ઉમેરી શકાય છે. જેથી તેમાં રહેલ તત્વો રોગપ્રતિકારક શક્તિને વધારે છે. વધુમાં પૌંઆમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તથા શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.

નાસ્તામાં પૌંઆ ખાઈને નીકળવાથી મળે છે આ 6 મોટા ફાયદા, આજથી જ બદલો આદત | Eat  Poha in Breakfast know health benefits of poha

વજન ઘટાડવામાં ફાયદાકારક

પૌંઆ ખાધા પછી લાંબો સમય ભૂખ લાગતી ન હોવાથી વધુ પડતું ખાવાની જરૂર જણાતી નથી. જેથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમજ  પૌંઆમાં રહેલ તત્વથી તમે દિવસભર ઉર્જા અનુભવી શકો છો. પૌંઆમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરને એનર્જી આપે છે.

એસિડિટીથી દુર રાખે છે.
પૌંઆમાં આયર્ન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમજ પૌંઆમાં બી વિટામિન અને આયર્ન પણ હોય છે. ખાસ પૌંઆ પચવામાં સરળ છે અને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. જે એસિડિટીથી દુર રાખે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ