બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 5 digit number announced to complain against police repression

હેલ્પલાઈન / પોલીસ દમન સામે ફરિયાદ કરવા 5 આંકડાનો નંબર જાહેર, ગુજરાત સરકારે કોર્ટ સમક્ષ એફિડેવિટ કરી આપી માહિતી

Kishor

Last Updated: 05:22 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસના દમન સામે ડરવાને બદલે ફરિયાદ નોંધવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે.

  • પોલીસ સ્ટાફ પરેશાન કરે તો આ નંબર ઘુમાવો
  • પોલીસ દમન સામે ફરિયાદ કરવા 5 આંકડાનો નંબર જાહેર
  • રાજ્યના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માહિતી આપી

જો હવે પોલીસ તમને હેરાન કરે તો તમે પણ પોલીસની ફરિયાદ નોંધાવી શકો છો. પોલીસ દમન અને પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે રાજ્ય સરકાર દ્વારા એક અલગ જ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તમે ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો.રાજ્યના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માહિતી આપી છે. www.Indianhelplinenumber.com પર તમે તમામ પ્રકારના ઈમરજન્સી નંબર મળી જશે.

ફરિયાદ નોંધાવવા માટે 14449 નંબર જાહેર કર્યો

સરકારે એફિડેવિટ કરીને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે 14449 નંબર જાહેર કર્યો છે. આગામી 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવા માટે સરકારે કોર્ટને બાંહેધરી આપી હતી. નંબર એક્ટિવેટ થતા લોકોને તેની જાગૃતિ મળી રહે તે માટે નંબરની જાહેરાત કરવામાં આવશે. પોલીસ સામે ફરિયાદ માટેનો નંબર 24*7  કાર્યરત રહેશે.. રાજ્ય સરકારે બીજા હેલ્પલાઇન નંબર પણ કોર્ટ સમક્ષ જણાવ્યા છે.. જે પણ બહાર પાડવામાં આવશે.. હાલમાં 1091 મહિલા હેલ્પલાઇન નંબર, 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટે અત્યારે કાર્યરત છે.

આગામી 15 દિવસમાં નંબર સક્રિય કરવા કવાયત હાથ ધરવામાં આવશે
 
આ ઉપરાંત દેશ સ્તરની જુદી જુદી હેલ્પલાઇન નંબરને પણ કાર્યરત કરવામાં આવશે. આ મામલે આગામી સુનાવણી 16 ફેબ્રુઆરીના હાથ ધરવામાં આવશે. આમ આગામી સમયમાં જો તમને પોલીસ ખોટી રીતે હેરાન કરે તો તમે તેની સામે ફરિયાદ નોંધાવી શકો છો. તમને જણાવી દયે કે આગામી 15 દિવસમાં નંબર સક્રિય કરવા કવાયત હાથ ધરવામાં આવશે.. અન્ય હેલ્પલાઇનની જેમ આ હેલ્પલાઇન 24/7 કાર્યરત રહેશે. નંબર સક્રિય થતાં તેનો જાહેરાતના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ