બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 45 organizations in Gujarat will no longer receive foreign donations

કાર્યવાહી / ગુજરાતની 45 સંસ્થાઓ હવેથી નહીં મેળવી શકે વિદેશી દાન, ગૃહ મંત્રાલયે રાતોરાત લાયસન્સ રદ કર્યા, કારણ છે ચોંકાવનારું

Priyakant

Last Updated: 08:51 AM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદના ચોમાસા સત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો જવાબ, ગુજરાતમાં વિદેશથી ફંડ મેળવતી 45 સંસ્થાઓના લાયસન્સ રદ કર્યા

  • ગુજરાતમાં 45 સંસ્થાના લાઈસન્સ રદ
  • વિદેશથી દાન મેળવતી સંસ્થાઓ રદ 
  • કેન્દ્રીય ગૃહમંત્રાલયની કડક કાર્યવાહી

હાલ સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો ખુલાસો કર્યો છે. જેમાં ગુજરાતમાં વિદેશથી ફંડ મેળવતી 45 સંસ્થાઓના લાયસન્સ ગૃહ મંત્રાલયે રદ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે લાયસન્સ રદ થનાર સંસ્થાઓ હવે વિદેશી દાન નહીં મેળવી શકે. જોકે મહત્વનું છે કે, ભારતમાં કુલ 1 હજાર 811 સંસ્થાઓના લાયસન્સ રદ કરાયા છે. 

વિદેશથી દાન મેળવતી આતંકવાદી ગતિવિધી પાછળ નાણાં ખર્ચતી સંસ્થાઓ સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લાલ આંખ કરી છે. જે કાર્યવાહીના ભાગરૂપે અત્યાર સુધી ગુજરાતમાં વિદેશથી દાન મેળવતી 45 સંસ્થાના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતની 45 સંસ્થાના લાયસન્સ રદ કરાયા હોવાનો જવાબ ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં કર્યો છે. 

આ સંસ્થાઓ હવે વિદેશી દાન નહીં મેળવી શકે

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 45 સંસ્થાના લાયસન્સ રદ કરાયા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે લાયસન્સ રદ થનાર સંસ્થાઓ વિદેશી દાન નહીં મેળવી શકે. તો વળી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જવાબ મુજબ અત્યાર સુધી ભારતમાં કુલ 1 હજાર 811 સંસ્થાઓના લાયસન્સ રદ કરાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ