બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 43 people die daily due to accidents in Gujarat, total 7618 people died in last 1 year

ચિંતાજનક / ગુજરાતમાં અકસ્માતથી રોજના 43 લોકોના નિપજે છે મોત, છેલ્લાં 1 વર્ષમાં કુલ 7618 લોકો મોતને ભેટ્યાં

Priyakant

Last Updated: 12:13 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Accident News: કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત અને તેમાં થયેલ મોતના ચોંકાવનારા આંકડા જાહેર કર્યા, 95% અકસ્માતમાં ઓવરસ્પિડ કારણભૂત, ગુજરાતમાં 15751 માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 7168 લોકોના મોત

  • ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો
  • 1 વર્ષમાં માર્ગ અકસ્માતથી 7,618 લોકોના મૃત્યુ 
  • દરરોજ આશરે 43 લોકોના થાય છે મૃત્યુ 
  • 95% અકસ્માતમાં ઓવરસ્પિડ કારણભૂત

Gujarat Accident News : ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ તરફ હવે કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત અને તેમાં થયેલ મોતના આંકડા જાહેર કર્યા છે. જે આંકડા ખરેખર ચોંકાવનારા છે. વાત જાણે એમ છે કે, કેન્દ્ર સરકારે જાહેર કરેલ આંકડા મુજબ વર્ષ 2022માં ગુજરાતભરમાં 15751 માર્ગ અકસ્માતની ઘટનાઓ બની હતી જેમાં 7168 લોકોના મોત થયા હતા. આંકડાઓ મુજબ સૌથી વધુ અકસ્માત પાછળ ઓવરસ્પીડ હોવાનું સામે આવ્યું છે. 

File Photo 

ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો થયો છે. 1 વર્ષમાં માર્ગ અકસ્માતથી 7,618 લોકોના મૃત્યુ થયાનો આંકડો કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ માર્ગ અકસ્માતથી દરરોજ આશરે 43 લોકોના મૃત્યુ થાય છે. આ સાથે 95% અકસ્માતમાં ઓવરસ્પિડ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે. આ સાથે આ એક વર્ષમાં થયેલ અકસ્માતમાં હેલ્મેટ વિના 1,814 લોકોના મૃત્યુ તો સીટ બેલ્ટ ન પહેરવાના લીધે 891 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં 1 વર્ષમાં 2,209 હિટ એન્ડ રનની ઘટનામાં 1,429 લોકોના   મૃત્યુ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ