બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 4 more arrested in Ahmedabad visa consultancy scam, modus operandi revealed, CID Crime exposes

ખુલાસો / અમદાવાદ વિઝા કન્સલ્ટન્સી કૌભાંડમાં વધુ 4ની ધરપકડ, સામે આવી મોડસ ઓપરેન્ડી, CID ક્રાઈમે ખેલ ઉઘાડો પાડ્યો

Vishal Khamar

Last Updated: 08:08 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવા મામલે CID ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. CID ક્રાઈમ દ્વારા વિઝા કન્સલ્ટન્સી કૌભાંડમાં વધુ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકો દ્વારા વિદેશનાં નામે બનાવટી સર્ટી બનાવી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

  • અમદાવાદ વિઝા કન્સલ્ટન્સી કૌભાંડમાં વધુ 4ની ધરપકડ
  • CID ક્રાઈમે અમદાવાદ, ગાંધીનગરથી એજન્ટોને ઝડપ્યા
  • ગેરકાયદેસર વિઝા માટે બનાવટી સર્ટીનો ઉપયોગ

 વિઝા કન્સલ્ટન્સી કૌભાંડમાં એજન્ટોની મોડ્સ ઓપરેન્ડીનો થયો ખુલાસો, બોગસ દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ દ્વારા ગેરકાયદેસર વિદેશ મોકલતા હોવાનું સામેં આવતા વધુ એક ગુનો નોંધાયો. પાંચ જેટલી ફરિયાદ નોંધીને અત્યાર સુધીમાં 4 એજન્ટોની CID ક્રાઇમે ધરપકડ કરી છે.. આ રેકેટમાં ભારત અને વિદેશના એજન્ટોનું નામ ખુલતા પોલીસે તપાસ તેજ કરી છે. 

CID ક્રાઇમે વિઝા કન્સલ્ટિંગનાં માલિકની ધરપકડ કરી
વિઝા કન્સલ્ટિંગ કૌભાડ કેસમાં CID ક્રાઇમે દીપક પટેલ અને સ્નેહલ પટેલની ધરપકડ કરી છે .આરોપીઓ આઉટ સોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી ગેરકાયદેસર વિઝા પ્રોસેસ કરીને વિદેશ મોકલવાનું કૌભાંડ કરતા હતા. CID ક્રાઇમ એ વધુ એક વિઝા કન્સલ્ટિંગના માલિક વિરુદ્ધ ગુનો નોધીને અત્યાર સુધી 5 ગુના નોંધ્યા છે. મહત્વનું છે કે ગેરકાયદેસર વિદેશ મોકલવાના રેકેટમાં એજન્ટની જુદી જુદી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે.. જેમાં બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ તેમજ બેન્ક એકાઉન્ટમાં ખોટી એન્ટ્રી કરાવીને વિદેશ મોકલતા હતા.. પકડાયેલ બન્ને આરોપીઓ અમદાવાદ નીરવ મેહતા ,અનિલ મિશ્રા અને દિલ્હીના અમરેન્દ્ર પૂરી પાસેથી બનાવટી સર્ટિફિકેટ બનાવતા હોવાનું ખુલ્યું છે 

CID  ક્રાઈમે કૌભાંડમાં 4 આરોપીઓની ધરપકડ કરી
CID ક્રાઇમ ટીમએ તપાસ કરતા વિઝા કન્સલ્ટિંગ દ્વારા અલગ અલગ બનાવટી ડોક્યુમનેટ બનાવી વિઝાની પ્રોસેસ કરતા હોય છે. જોકે કોઈ પણ બનાવટી સર્ટિફિકેટ બનાવવા એજન્ટો 50 હજાર થી 1.25 લાખ રૂપિયા લેતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાથે જ વિઝા પ્રોસેસિંગ કરીને 40 લાખ રૂપિયામાં વિદેશ મોકલતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.  આ રેકેટમાં  ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ, અમદાવાદનાં નિરવ મહેતા એજન્ટ અનિલ મિશ્રા અને દિલ્હીના એજન્ટ અમ્રેન્દ્ર ઉર્ફે અમર પૂરી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. જ્યારે અગાઉ CID ક્રાઇમે કિરણ પટેલ અને વિશાલ શાહ ની પણ ધરપકડ કરી હતી. આ કન્સલ્ટિંગ કૌભાંડમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

સંજય ખોરાટ (SP, CID ક્રાઇમ)

હજુ પણ વધુ નામ ખુલવાની શક્યતાઓ
વિઝા કન્સલ્ટન્સી કૌભાંડ કેસમાં જાણીતી એજ્યુકેશન સંસ્થાના ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવા કેસમાં અમદાવાદ અને દિલ્હી કનેક્શન ખુલ્યું છે. CID ક્રાઇમે અગાઉ  વિઝા એજન્ટોની 17 ઓફિસો પર રેડ કરી ત્યારે આ રેડમાં 27 પાસપોર્ટ, 53 કોમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવ, 79 માર્કશીટ, 5.5 લાખની રોકડ અને દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ બનાવટી માર્કશીટનો ઉપયોગ કરીને યુવાનોને કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા મોકલવામાં આવતા હતા. જેથી આ રેકેટમાં જોડાયેલા અન્ય એજન્ટની CID ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ