બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 4 benefits of wearing rudraksh happiness and prosperity will abode

આસ્થા / ઘરમાં જોઈએ છે સુખ-શાંતિ અને ધન-દોલત? તો આજથી જ ગળામાં ધારણ કરી લો આ માળા, પછી લીલાલહેર

Arohi

Last Updated: 09:02 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Wearing Rudraksh: હિંદૂ ધર્મમાં રૂદ્રાક્ષની માળાનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેને ગળામાં પહેરવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે રૂદ્રાક્ષની માળાને ગળામાં પહેરવાથી સુખ સમૃદ્ધિ આવે છે.

  • ગળામાં પહેરો રૂદ્રાક્ષની માળી 
  • ચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા 
  • ઘરમાં થશે સુખ સમૃદ્ધિનો વાસ 

હિંદૂ ધર્મમાં ભગવાન મહાદેવની પૂજાનું ખૂબ જ મહત્વ છે. શાસ્ત્રોમાં ભગવાન ભોલેનાથને ખૂબ જ ભોળા જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે જે પણ ભક્ત શિવજીની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરે છે તેમની દરેક મનોકામનાઓ મહાદેવ પુરી કરી દે છે. માન્યતા છે કે ભગવાન શિવની મનપસંદ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. 

તેવી જ રૂદ્રાક્ષના ઉપાય કરવાથી પણ ફાયદો થાય છે. રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંશુથી થઈ હતી. રૂદ્રાક્ષ એક મુખી, બે મુખી, પંચ મુખી સહિત ઘણા પ્રકારના હોય છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી ઘણા ફાયદા થાય છે. સામાન્ય રીતે લોકો પંચ મુખી રૂદ્રાક્ષ ધારણ કરે છે. આવો જાણીએ રૂદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા વિશે. 

સુખ સમૃદ્ધિનો વાસ 
માન્યતા છે કે રૂદ્રાક્ષની માળા પહેરવાથી વ્યક્તિની એકાગ્રતા વધે છે. તેનાથી ધન-ધાન્યનો લાભ થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. જો તમે રૂદ્રાક્ષની માળા નથી પહેરતા તો તમને તેને પહેરી શકો છો. 

સ્વાસ્થ્ય લાભ 
હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર રૂદ્રાક્ષ ધારણ કરવાના સ્વાસ્થ્ય લાભ હોય છે. તેનાથી બીમારીઓ દૂર થાય છે. માન્યતા છે કે ઉત્તમ સ્વાસ્થ્ય માટે રૂદ્રાક્ષની માળાને ધારણ કરવી જોઈએ. 

ગ્રહોના ચક્કરથી મળે છે મુક્તિ 
રૂદ્રાક્ષ ધારણ કરવાથી ગ્રહોના ચક્કરથી મુક્તિ મળે છે. માન્યતા છે કે પંચમુખી રૂદ્રાક્ષ બૃહસ્પતિ ગ્રહના અશુભ પ્રભાવને સમાપ્ત કરે છે. ભગવાન શિવની કૃપા મેળવવા માટે પંચમુખી રૂદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ