બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 35 lakh theft case solved in Ahmedabad

અમદાવાદ / આખરે થલતેજમાં 35 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: ચોરી કરવા ચોરોએ એવી ટેક્નિક વાપરી કે જાણીને મગજ ચડી જશે ચકરાવે

Dinesh

Last Updated: 05:09 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાળી, ‌તિજોરી, દરવાજા તેમજ ‌મિજાગરા સહિતની ચીજવસ્તુઓ એક જ ડિસમિસથી તોડતા હતા, બોડકદેવ પોલીસે બે ચોર મિત્રની ધરપકડ કરી

  • અમદાવાદમાં 35 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
  • તમામ લોક ડિસ‌િમસથી તોડતા બે ચોર ઝડપાયા 
  • પોલીસે તસ્કરો પાસેથી થોડો મુદ્દામાલ રિકવર કર્યો 


અમદાવાદમાં ચોરની કરામત જોઇને ખુદ પોલીસ પણ ઘણી વખત ચોંકી જતી હોય છે. આવી જ એક ચોરીની ગજબ ટેક‌િનકનો પર્દાફાશ ગણતરીના દિવસોમાં બોડકદેવ પોલીસે કરતાં બે રીઢા ચોરની ધરપકડ કરી લીધી છે. થલતેજમાં થોડા દિવસ પહેલાં થયેલી 35 લાખની મતાની ચોરીનો ભેદ બોડકદેવ પોલીસે ઉકેલી દીધો છે. ઝડપાયેલા બંને ચોરની ખા‌સિયત એ હતી કે એક જ ડિસ‌િમસથી તે લોખંડની જાળી, ‌તિજોરી, દરવાજા, ‌મિજાગરા સહિતની ચીજવસ્તુઓ તોડી નાખતા હતા. 35 લાખની ચોરી કરવા માટે બંને ચોરે એક જ ડિસ‌િમસનો ઉપયોગ કર્યો છે. 

બે આરોપીઓની ધરપકડ 
બોડકદેવ પોલીસે થલતેજમાં થયેલી ચોરીના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. બે આરોપીઓ પૈકી એક ઉદયપુરનો રહેવાસી છે અને બીજો આરોપી વેજલપુરનો રહેવાસી છે. બંને મિત્રો હોવાના કારણે ઉદયપુરમાં રહેતો યુવક બસથી અમદાવાદ આવ્યો હતો, જ્યાં વેજલપુરમાં રહેતો યુવક તેને બાઇક પર લેવા ગયો હતો. ઉદયપુરની બસમાંથી ઊતરતાંની સાથે જ બંને યુવકો કૃપામનન એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયા હતા, જ્યાં તેમણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બંને આરોપીઓએ કોઇ પણ પ્રકારની રેકી કર્યા વગર ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં તે સફળ થયા હતા, પરંતુ બોડકદેવ પોલીસે કરેલા ટેક‌િનકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સીસની મદદથી બંને ચોરને એક જ અઠવા‌ડિયામાં ઝડપી પાડ્યા છે.


થલતેજના કૃપામનન એપાર્ટમેન્ટમાં બંને ચોર અચાનક જઇ ચઢ્યા હતા, જ્યાં તેમણે ડિસ‌િમસની મદદથી લોખંડની જાળીનું લોક તોડી નાખ્યું હતું. ત્યાર બાદ ‌તિજોરીનું લોક તોડી નાખ્યું 
હતું. બંને જણા ચોરી કરીને નાસી છૂટ્યા હતા, જ્યાં પોલીસે તેમને ઝડપી પાડ્યા છે. 

35 લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ
ઉલ્લેખનીય છે કે થલતેજ વિસ્તારમાં આવેલા કૃપામનન એપોર્ટમેન્ટમાં રહેતા અને થલતેજ ગામમાં આવેલા ક્રિષ્ના એવન્યૂ ફ્લેટના વાઘેશ્વરી જ્વેલર્સના માલિક ચંદ્રકાન્ત સોનીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 21 લાખ રોકડા અને દાગીના સ‌િહત 35 લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ કરી હતી. ચંદ્રકાન્ત અને તેમનાં પત્ની રીટાબહેન ઘરમાં એકલાં રહે છે અને તેમનો પુત્ર અલગ રહે છે. ચંદ્રકાન્તની દીકરી માધવીનાં લગ્ન બારેજા ખાતે થયાં છે. થોડા દિવસ પહેલાં માધવીએ પુત્રને જન્મ આપતાં રીટાબહેન તેની ખબર કાઢવા માટે બારેજા ગયાં હતાં. રવિવારના દિવસે ચંદ્રકાન્ત સોની પણ બારેજા દીકરીની ખબર કાઢવા અને દોહિત્રને રમાડવા માટે ગયા હતા. 
રવિવારે જ્યારે ઘરમાં કોઇ હાજર હતું નહીં ત્યારે તસ્કરો ઘૂસ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી છૂટ્યા હતા. તસ્કરોએ લોખંડની જાળીનો નકૂચો તોડ્યો હતો. ત્યાર બાદ લાકડાના દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને તે પછી ‌તિજોરીમાંથી ચોરી કરીને નાસી છૂટ્યા હતા. ચંદ્રકાન્ત સોની જ્યારે ઘરમાં આવ્યા ત્યારે સામાન અસ્તવ્યસ્ત જોયો હતો, જેથી તેમણે તરત જ પત્ની રીટાબહેન અને દીકરાને જાણ કરી દીધી હતી. તસ્કરો ઘરમાંથી 21 લાખ રોકડા અને 250 ગ્રામ સોનાના દાગીના સહિત કુલ ૩પ લાખના મુદ્દામાલની ચોરી કરીને નાસી ગયા હતા. 

આરોપીઓ પ્રોફેશનલ ચોર હોવાની શક્યતા
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપાયેલા બંને આરોપીઓ પ્રોફેશનલ ચોર હોવાની શક્યતા છે. જે રીતે ગણતરીના મ‌િનટોમાં બંને ચોરે ‌ડિસ‌િમસથી લોક તોડીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો તે જોતાં પોલીસને પાકી શંકા છે કે તેમણે બીજી ચોરીને પણ અંજામ આપ્યો છે. પોલીસે તસ્કરો પાસેથી થોડો મુદ્દામાલ રિકવર કર્યો છે, જ્યારે કેટલોક મુદ્દામાલ ‌રિકવર કરવાનો બાકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ