બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 31st New Year party will not be held in famous clubs of Ahmedabad

ગ્રહણ / BIG BREAKING: અમદાવાદની જાણીતી ક્લબોનો નિર્ણય, ન્યૂ યર પાર્ટીના તમામ આયોજન રદ્દ

Vishnu

Last Updated: 04:49 PM, 8 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે સતત બીજા વર્ષે 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન નહીં થાય

  • અમદાવાદમાં ક્લબોમાં નહી થાય થર્ટી ફર્સ્ટ પાર્ટીનું આયોજન
  • રાજપથ, કર્ણાવતી સહિતના કલબોનો મોટો નિર્ણય
  • ઓમિક્રોન વાયરસને પગલે ક્લબ મેનેજમેન્ટે તમામ આયોજનો કર્યા રદ્દ

2021નું વર્ષ હવે વિદાઇ લેવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. ઓમિક્રૉનના આતંક વચ્ચે અમદાવાદમાં ક્લબોમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન નહીં થાય.

રાજપથ, કર્ણાવતી સહિતના કલબોનો મોટો નિર્ણય
કોરોનાકાળની કપરી પરિસ્થિતિને ધ્યાને રાખતા અમદાવાદની જાણીતી ક્લબોએ મોટો નિર્ણય લીધો છે. સતત બીજા વર્ષે નહીં થાય 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન મોકૂફ રાખવાનું નક્કી થયું છે. રાજપથ, કર્ણાવતી સહિતની અમદાવાદની કલબોમાં થર્ટી ફસ્ટ પાર્ટીનું આયોજન નહીં કરે. વધતા કોરોના સંક્રમણને લઇ ક્લબ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. ગત વર્ષ બીજી લહેર તો આ વર્ષ ઓમિક્રોન વાયરસને પગલે નવા વર્ષની ક્લબોમાં થતી પાર્ટીઓ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટમાં થર્ટીફર્સ્ટ પહેલા દારૂનો મોટો જથ્થો ઝડપાયો
તો આ તરફ રાજકોટમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીના આયોજન પર પોલીસની વોચ વધારી દેવામાં આવી છે. શહેરમાં મોટા પ્રમાણમાં દારૂ મંગાવ્યો હોવાની બાતમી પોલીસને મળતા સતર્કતાના ભાગ રૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.રાજકોટ રૂરલ પોલીસે દારૂ ભરેલ ટ્રક ઝડપી હતી. જેતપુર-પોરબંદર હાઇવે પરથી ઝડપાયેલી આ ટ્રક બાદ પોલીસને શંકા છે કે 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો દારૂની મોટી ખેપ રાજકોટમાં ઘૂસાડવાના પ્રયાસ કરી રહ્યા છે. માટે ગેરકાયદેસર પ્રવૃતિ રોકવા પોલીસે કવાયત હાથ ધરી ચેકિંગ વધારી દીધું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ