બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 31 year actress buys sushant singh rajput mumbai house in crores actress reacts

બોલીવુડ / 31 વર્ષની આ અભિનેત્રીએ ખરીદ્યો સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ, કેટલા કરોડમાં થઈ ડીલ?

Manisha Jogi

Last Updated: 09:44 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 વર્ષીય અભિનેત્રીએ સુશાંત સિંહ રાજપૂતનું મુંબઈમાં આવેલ ઘર ખરીદ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બોલીવુડ અભિનેત્રીએ કરોડો રૂપિયામાં આ ડીલ ફાઈનલ કરી છે.

  • અભિનેત્રીએ સુશાંત સિંહ રાજપૂતનું મુંબઈમાં આવેલ ઘર ખરીદ્યું!
  • કરોડો રૂપિયામાં આ ડીલ ફાઈનલ કરી
  • સુશાંત સિંહ રાજપૂતના ઘરના જોવા મળી બોલીવુડ અભિનેત્રી

31 વર્ષીય અદા શર્માની વધુ એક અપડેટ સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી અદા શર્માએ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું મુંબઈમાં આવેલ ઘર ખરીદ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, અદા શર્માએ કરોડો રૂપિયામાં આ ડીલ ફાઈનલ કરી છે. અભિનેત્રીએ આ પ્રકારના સમાચારો પર નિવેદન આપ્યું છે. 

અદા શર્મા 26 ઓગસ્ટ 2023ના રોજ મોન્ટ બ્લાંક એપાર્ટમેન્ટમાં જોવા મળી હતી. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં અદા શર્મા સુશાંત સિંહ રાજપૂતના ઘરની બાલ્કનીમાં જોવા મળી હતી. 

અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતનું ઘર ખરીદવા બાબતે મીડિયાને જણાવ્યું છે કે, ‘જે પણ હશે, તે વિશે તમને જણાવીશ. કંઈ પણ ફાઈનલ થશે, તો સૌથી પહેલા તમારું મોઢું મીઠું કરાવીશ.’

અદા શર્માની ટીમે સુશાંત સિંહ રાજપૂતનું ઘર ખરીદવા બાબતે મીડિયાને જણાવ્યું હતું કે, ‘તેમણે મોન્ટ બ્લાંક એપાર્ટમેન્ટમાં ઘર ખરીદ્યું છે.’ સુશાંત સિંહ રાજપૂત તે એપાર્ટમેન્ટમાં રહેતા હતા, તેથી લોકોએ અંદાજો લગાવ્યો હતો કે, અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતનું ઘર ખરીદ્યું છે. અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતનું ઘર ખરીદવા બાબતે સહમત થયા નથી અને ના પણ પાડી નથી. અદા શર્માના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો અદા શર્મા OTT પર રિલીઝ થયેલ ફિલ્મ ‘કમાન્ડો 2’માં જોવા મળી હતી. ઉપરાંત તેમની ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પણ ખૂબ જ હિટ થઈ હતી.

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ આ ફ્લેટમાં સ્યુસાઈડ કર્યું હતું. એક સમય એવો હતો, જ્યારે કોઈપણ આ ફ્લેટ ખરીદવા માટે તૈયાર નહોતું. ત્યારપછી ભાડુ વધતા લોકોએ આ ઘર ખરીદવામાં રસ દાખવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર સુશાંત સિંહ રાજપૂત દર મહિને આ ઘર માટે 4.5 લાખ ભાડુ ચૂકવતા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ