બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 31 december 2021 is last date for too many work file your itr today submit life certificate complete know more

તમારા કામનું / ગમે તે રીતે આજે જ પુરા કરી લેજો આ 5 કામો, નહીં તો નવા વર્ષમાં જ મુશ્કેલીમાં મુકાઈ જશો

Arohi

Last Updated: 12:32 PM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 2021નો છેલ્લો દિવસ છે. આજે ગણા કામો કરવા માટે છેલ્લો દિવસ છે અને જો તમે આ કામો આજે ન પુરા કર્યા તો નવા વર્ષમાં મુશ્કેલી થઈ શકે છે.

  • વર્ષના છેલ્લા દિવસે પુરા કરી લો આ કામ 
  • નવા વર્ષમાં ક્યાંક ન મુકાવો મુશ્કેલીમાં 
  • જાણો કયા કયા કામ છે જરૂરી 

આજે વર્ષ 2021નો છેલ્લો દિવસ છે. કાલથી નવું વર્ષ 2022માં આપણે પ્રવેશ કરીશું. પરંતુ વર્ષનો આ છેલ્લો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતે એવા ઘણા કામો છે જેને કરવાનો આજે છેલ્લો દિવસ છે અને તમારે આજે ગમે તે રીતે આ કામો પુરા કરી લેવા જોઈએ. નહીં તો આવનાર નવા વર્ષમાં તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. 

ITR ફાઈલિંગ 
જો તમે પણ હજુ સુધી તમારૂ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું તો આજે રાતે 12 વાગ્યા પહેલા તેને ભરી લેજો. હકીકતે નાણાકીય વર્ષ 2020-21 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની લાસ્ટ ડેટ 31 ડિસેમ્બર 2021 છે. જો તમે એમ નહીં કરો તો તમારા પર દંડ લાગી શકે છે. 

ડીમેટ એકાઉન્ટનું KYC
KYC એટલે કે Know Your Customer ન ફક્ત બેન્ક ખાતા માટે પરંતુ ડિમેટ એકાઉન્ટ માટે પણ જરૂરી હોય છે. ડીમેટ એકાઉન્ટ માટે KYC કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. એવામાં જો તમારી પાસે પણ ડીમેટ એકાઉન્ટ છે અને તમે અત્યાર સુધી KYC નથી કરાવ્યું તો આજે જ તેનું કામ પુરૂ કરી લો. નહીં તો તમારૂ ડીમેટ એકાઉન્ટ નિષ્ક્રિય થઈ શકે છે. એકાઉન્ટ નિષ્ક્રિય થવા પર તમે ટ્રેડ નહીં કરી શકો. 

PF Accountમાં નોમિનેશન 
હવે ભવિષ્ય નિધિ (PF) ખાતામાં નોમિની જોડવું પણ જરૂરી થઈ ગયું છે. માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના દરેક ખાતાધારકોને ખૂબ પહેલાથી મેસેજ મોકલી રહ્યું છે. આજે એટલે કે 31 ડિસેમ્બર 2021એ નોમિની એડ કરવાની છેલ્લી તારીખ છે. 

ઓડિટ રિપોર્ટ ફાઈલિંગ 
જો તમે પોતાના બિઝનેસથી વર્ષના 10 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી રહ્યા છો તો તમારા માટે આઈટીઆરની સાથે ઓડિટ રિપોર્ટ પણ ફાઈલ કરવાની જરૂર છે. આ 50 લાખ રૂપિયાથી વધુના ઈનકમ ટેક્સ પર ભરવામાં આવે છે. તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 છે. એવામાં આજે રાતે 12 વાગ્યા પહેલા આ કામને પુરૂ કરી લો.

જીવન પ્રમાણ પત્ર 
જો તમે પેન્શનર છો તો તમારા માટે દર વર્ષે તમારા જીવિત હોવાનું પ્રમાણ પત્ર આપવું જરૂરી હોય છે. આ આધાર પર તમને આવતા વર્ષે પેન્શન મળે છે. જો તમે પણ અત્યાર સુધી આ કામ નથી કર્યું તો આજે 31 ડિસેમ્બર 2021એ હરહાલમાં આ કામ પુરૂ કરી લેજો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ