બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / 300 ascetics in Vadodara voluntarily gave their blood samples to doctors

વડોદરા / આજથી જૈન ધર્મના 1500 ભાવિકો સળંગ 30 દિવસ અઠ્ઠમ સહિતના ઉપવાસ કરશે, શારીરિક-માનસીક અને બાયોલોજિકલ ફેરફારોનું થશે મેડિકલ રિસર્ચ, જાણો કેમ

Dinesh

Last Updated: 08:35 AM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં 300 તપસ્વીઓ સ્વેચ્છાએ તેમનાં બ્લડ સેમ્પલ તબીબોને આપ્યા હતા, જ્યારે આ તપસ્વીઓનું છેલ્લે 30મા ઉપવાસે પણ આ જ રીતે બ્લડ સેમ્પલ લેવામાં આવશે

  • જૈન ધર્મમાં આજથી ચાતુર્માસની શરૂઆત
  • ઉપવાસથી થતાં ફેરફારને લઈ મેડિકલ ટેસ્ટ કરાશે
  • 300 તપસ્વીઓ સ્વેચ્છાએ બ્લડ સેમ્પલ આપ્યા

ચાતુર્માસ દરમિયાન આજથી એટલે કે 12 જુલાઈથી વડોદરા શહેરના વિવિધ 6 સંઘોમાં 1500થી વધુ ભાવિકો સામૂહિક માસક્ષમણ (સળંગ 30 ઉપવાસ), અઠ્ઠમ સહિતના ઉપવાસ કરશે. ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં આ ઉપવાસથી થતા શારીરિક-માનસિક અને બાયોલોજિકલ ફેરફારોનું મેડિકલ રિસર્ચ કરીને તેનાં તારણો આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવશે.

300 તપસ્વીના મેડિકલ ટેસ્ટ 
જૈન ધર્મમાં આજથી ચાતુર્માસ અંતર્ગત માસક્ષમણની શરૂઆત  થઈ રહી છે ત્યારે વડોદરામાં ચાતુર્માસ માટે પધારેલા જૈન આચાર્ય રાજ રત્ન સુરિશ્વરજી મહારાજના સાનિધ્યમાં 6 સંઘોમાં 1500 ભક્તો માસક્ષમણ કરવાના છે ત્યારે આ ધાર્મિક ઉપવાસ મેડિકલ રીતે પ્રું કરવા માટે આચાર્ય રાજરત્ન સુરિશ્વર મહારાજે પ્રેરણા આપી છે અને 300 તપસ્વીના મેડિકલ ટેસ્ટ કરીને તેનું એનલીસિસ કરવામાં આવશે. 

મેડિકલ રિસર્ચ કરાશે
આ રિસર્ચ ગઈકાલે એટલે કે, 11 જુલાઈએ સાંજે 6 સંઘોમાં ઉત્તરપારણાં સમયે 1500માંથી 300 તપસ્વીઓ સ્વેચ્છાએ તેમનાં બ્લડ સેમ્પલ તબીબોને આપ્યા છે. જ્યારે આ તપસ્વીઓનું છેલ્લે 30મા ઉપવાસે પણ આ જ રીતે બ્લડ સેમ્પલ લેવામાં આવશે. ચાતુર્માસ દરમિયાન આજે એટલે કે 12 જુલાઈથી શહેરના વિવિધ 6 સંઘોમાં 1500થી વધુ ભાવિકો સામૂહિક માસક્ષમણ (સળંગ 30 ઉપવાસ), અઠ્ઠમ સહિતના ઉપવાસ કરશે. ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં આ ઉપવાસથી થતા શારીરિક-માનસિક અને બાયોલોજિકલ ફેરફારોનું મેડિકલ રિસર્ચ કરીને તેનાં તારણો આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવશે.

તબીબી પરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી
આ બ્લડ સેમ્પલ લેવાયા બાદ તપસ્વીઓનાં બંને બ્લડ સેમ્પલ દ્વારા 30 દિવસના સમયગાળામાં ઉપવાસથી કેવા કેવા શારીરિક-માનસિક અને બાયોલોજિકલ ફેરફાર થાય છે તેનો રિપોર્ટ નિષ્ણાત તબીબોની પેનલ અભ્યાસપૂર્ણ રીતે રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે ગત ચાતુર્માસમાં ઉપવાસને કારણે શારીરિક-માનસિક શું ફાયદા થાય છે, તે અંગે તબીબી પરીક્ષણ કરવા માટે વિચાર આવ્યો હતો પરંતુ આ વિચારને અનુસરવામાં આવ્યો ન હતો. જ્યારે ચાલુ વર્ષે જૈન અગ્રણી દીપક શાહે આ વિચાર જૈનાચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મહારાજ સમક્ષ મૂકતાં તેમને આ વિચાર ગમ્યો હતો અને ચાલુ વર્ષે તબીબી પરીક્ષણ કરવાની મંજૂરી પણ આપી હતી.

ઐતિહાસિક ઘટના
11 જુલાઈએ સાંજે 4 વાગે શહેરમાં અલકાપુરી જૈન સંઘ, રેસકોર્સ જૈન સંઘ, લાલબાગ જૈન સંઘ, વાઘોડિયા જૈન સંઘ, શ્રીસોસાયટી જૈન સંઘ, હરણી રોડ કલિકુંડ જૈન સંઘ ખાતે અઠ્ઠમ તથા માસક્ષમણનાં ઉત્તર પારણાંમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને 300થી વધુ લોકો એ મેડિકલ તપાસ માટે સેમ્પલ આપ્યા હતા.જૈન ધર્મના ઉપવાસથી થતાં શારીરિક ફાયદા પર થનાર મેડિકલ રિપોર્ટ અને તારણો માટે ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને આ ઐતિહાસિક ઘટના વિધવાન સમક્ષ મૂકવાની છે તેના ભાગીદાર બન્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ