3 percent increase in dearness allowance of Gujarat government employees
BIG BREAKING /
ગુજરાતના સરકારી કર્મચારીઓને મળી સ્વતંત્રતા દિવસની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કરાયો 3 ટકાનો વધારો
Team VTV09:45 AM, 15 Aug 22
| Updated: 10:48 AM, 15 Aug 22
ગુજરાતમાં અરવલ્લીના મોડાસામાં 76મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઇને મહત્વની જાહેરાત કરાઇ.
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
1 જાન્યુઆરી 2022થી મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે
સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેઓને જ મળવાપાત્ર થશે
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો છે. જેના લીધે 7માં પગાર પંચનો લાભ લેતા કર્મીઓ અને પેન્શનરો મળી કુલ 9.38 લાખ લોકોને આનો લાભ મળશે. તારીખ 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં કરાયો 3 ટકાનો વધારો, 1 જાન્યુઆરીથી થશે અમલ@CMOGuj#Gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2022
આના કારણે રાજ્ય સરકાર પર 1400 કરોડનો બોજો પડશે
આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022માં, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.
ગઇકાલે પોલીસના ગ્રેડ પે અંગે પણ રાજ્ય સરકારે લીધો હતો મહત્વનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજ્ય સરકારે પોલીસની રજૂઆતોને ધ્યાને લેતા ગ્રેડ પેને લઇને મહત્વનો નિર્ણય લીધો હતો. પોલીસ ગ્રેડ પે માટે રાજ્ય સરકારે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે.
પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
ગુજરાત પોલીસના ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. પોલીસ ગ્રેડ પે અંગે જાહેરાત કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સરકાર દ્વારા રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. પોલીસકર્મીઓની માંગને લઈ સમિતિની રચના કરી હતી. મારી અને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠકોનું આયોજન થયુ હતુ. બેઠકો અને સમિતિની ભલામણોને ધ્યાને રાખીને નિર્ણય કર્યો છે.'