બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 3 people die of heart attack in a single day, chaos in Rajkot, chaos in the family

દુઃખદ / એક જ દિવસમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોત થતા રાજકોટમાં અરેરાટી, પરિવારમાં રોકકળાટ

Vishal Khamar

Last Updated: 04:40 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હજુ પણ હાર્ટ એટેકથી મોત થવાનો સીલસીલો યથાવત છે. રાજકોટમાં હાર્ટ એટેકથી 3 વ્યક્તિનાં મૃત્યું થતા લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી.

  • રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી 3 વ્યક્તિના મૃત્યુ
  • રાજકોટ શહેરમાં 2 જ્યારે જીલ્લામાં 1 વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું
  • પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો

રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનાં થવાનાં કિસ્સામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં હાર્ટ એટેકનાં 3 બનાવ સામે આવ્યા હતા. રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી 2 અને જીલ્લામાં હાર્ટ એટેકથી 1 વ્યક્તિનું મોત થવા પામ્યું હતું. આ બાબતે પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તબીબનાં જણાવ્યા અનુસાર હાર્ટ-એટેકથીા મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 

મૃતક જગદીશભાઈને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે
રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે સુંદરમ પાર્કમાં રહેતા 42 વર્ષીય જગદીશભાઈ બોસિયા વહેલી સવારે એકાએક બેભાન થઈ ઢળી પડતા પરિવારજનોમાં દ્વારા તાત્કાલિકા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.  જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે મૃતક જગદીશભાઈને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ તેઓને છેલ્લા ઘણા સમયથી શ્વાસની તકલીફ હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું. આજીડેમ પોલીસે ગુનો નોંધી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવાની તડવીજ હાથ ધરી હતી. 

ગત રોજ રાત્રે અચાનક બેભાન થઈ જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું
રાજકોટ શહેર જીલ્લાનાં જસદણનાં દહીંસરામાં રહેતા 52 વર્ષીય જેરામભાઈ લક્ષ્મણભાઈ બારૈયા સાંજતે રાજકોટ ખાતે ભત્રીજા રસિકભાઈ બાવજીભાઈ બારૈયાનાં ઘરે મળવા ગયા હતા. જેરામભાઈ રાત્રે અચાનક બેભાન થઈ જતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મૃત્યું થયું હતું. પોલીસ દ્વારા ગુનો નોંધી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ