બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / 3 inches in Bhavnagar, 2 inches in Botad, 2nd round of rain in Saurashtra continues

વરસાદી માહોલ / ભાવનગરમાં 3 ઈંચ, બોટાદમાં 2 ઈંચ ખાબક્યો, સૌરાષ્ટ્રમાં વરસાદનો બીજો રાઉન્ડ યથાવત, આ જિલ્લાઓમાં મેઘમહેર

Vishal Khamar

Last Updated: 08:38 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે સુરતનાં પલસાણાં તેમજ સૌરાષ્ટ્રનાં રાજકોટ, જુનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

  • સુરતના પલસાણા પંથકમાં ધોધમાર વરસાદ
  • ધોરાજી અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ 
  • બોટાદ ના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
  • ભાવનગરમાં 3 ઈંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી

સુરતનાં પલસાણાં પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પલસાણામાં વહેલી સવારે 6 થી 4 વાગ્યામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. પલસાણાના કડોદરા, ચલથાણ તાતીથૈયા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. સવારથી જ અવિરત વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. 

વરસાદ પડતા નીંચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી 
રાજકોટ જીલ્લાનાં ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.  ધોરાજી અને ઉપલેટાનાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોરાજીના ચકલા ચોક વોકળા કાંઠાનાં વિસ્તારમાં પાણી ભરાયા હતા.

તાલુકાના ઢસાગામ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ
બોટાદનાં ગઢડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તાલુકાનાં ઢસાગામ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ ખાબક્યો હતો. ઢસા સહિત  જુનવદર. જલાલપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

વાવેતર કરેલ ઉભા પાક પર પાણી ફરી વળ્યાં
જુનાગઢનાં કેશોદ તાલુકાનાં પાણખાણ ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા નોરી નદીમાં પુર આવ્યું હતું. વધુ વરસાદ પડતા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા. ત્યારે વાવેતર કરેલ ઉભા પાક પર પાણી ફરી વળ્યા હતા. મગફળી, કપાસ, એરંડા જેવા પાકોમાં નુકશાન થયું હતું. 

3 ઇંચ વરસાદમાં જ રસ્તાઓ પર ભરાયા પાણી
ભાવનગરમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે 3 ઈંચ વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાયા હતા. પાનવાડી, મેઘાણી સર્કલ, રબર ફેક્ટરી સર્કલ પાસે પાણી ભરાયા હતા. નવાપરા સહિતનાં વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાવવાની સાથે જ વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ