બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 3 died of heart attack in last 24 hours in Rajkot, girl died while sitting in Chakdol

હદ થઇ! / રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 3ના મોત, ચકડોળમાં બેસેલી યુવતીનું મૃત્યુ

Priyakant

Last Updated: 10:07 AM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Heart Attack News: 24 કલાકમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, જન્માષ્ટમીની સજાવટ કરતા સમયે યુવકને આવ્યો હાર્ટએટેક, ચકડોળમાં બેસેલી યુવતીનું મૃત્યુ, એક યુવકને ઘરમાં જ આવ્યો હાર્ટએટેક

  • રાજકોટમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત 
  • 2 યુવક અને 1 યુવતીનું હાર્ટએટેકથી થયું અવસાન 
  • જન્માષ્ટમીની સજાવટ કરતા સમયે યુવકને આવ્યો હાર્ટએટેક
  • અન્ય 1 યુવકનું  પણ હાર્ટએટેકથી થયું મૃત્યુ 
  • ચકડોળમાં બેઠેલી યુવતીનું હાર્ટએટેકથી મૃત્યુ

Rajkot Heart Attack : છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન રાજકોટમાં 24 કલાકમાં 3 હાર્ટએટેકની ઘટનામાં 3 લોકોના મોત થતાં ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં બે યુવક અને એક યુવતી સહિત ત્રણ વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થાય છે. જેમાં એક યુવકનું જન્માષ્ટમીના કાર્યક્રમ દરમિયાન, એક યુવકનું તેના ઘરે જ અને એક યુવતીનું જન્માષ્ટમીના મેળામાં ચકડોળમાંથી નીચે ઉતર્યા બાદ હાર્ટએટેક આવતા મોત થયું છે. 

મેળામાં ચકડોળથી નીચે ઉતરતા યુવતીનું હાર્ટએટેકથી મોત 
જેતપુરના લોકમેળામાં એક યુવતીનું હાર્ટ અટેકથી મોત થયું છે. બલળથ બારવાળા ગામની અંજનાબેન ભુપત ગોંડલીયા નામની 26 વર્ષીય યુવતીની તાજેતરમાં જ સગાઇ થઈ હતી. આ દરમિયાન તે જેતપુરના લોકમેળામાં સાસરીયા પક્ષ સાથે પહોંચી હતી. જોકે મેળામાં ચકડોળમાંથી નીચે ઉતર્યા બાદ યુવતીને ચક્કર આવ્યા હતા. આ દરમિયાન યુવતીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડતા ફરજ પર ડોક્ટરે મૃત જાહેર કરી હતી

જન્માષ્ટમીના કાર્યક્રમ વચ્ચે યુવકને હાર્ટએટેક આવ્યો 
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે જન્માષ્ટમીના કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન 25 વર્ષીય જતીન સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ તરફ જુવાનજોધ દીકરાના મોતથી પરિવારજનો સહિત પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 
 
યુવાનને ઘરે આવ્યો હાર્ટ એટેક અને અંતે મોત 
રાજકોટના જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ભરતગીરી ગોસ્વામી નામના 26 વર્ષીય યુવાન હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતકના મૃતદેહને પીએમ અર્થ ખસેડાવામાં આવ્યો હતો. 

હાર્ટ એટેકના લક્ષણોને ઓળખવા જરુરી 
તમારા શરીરમાં કોઇપણ ભાગમાં દુખાવો કે બેચેની થઇ રહી હોય તો તમારે પહેલા ડોક્ટરને સંપર્ક કરવો જોઇએ. જો તમને છાતીમાં ભાર, જકડણ, બળતરા, દુખાવો જેવી સમસ્યા હોય તો આ તમારા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. ઉબકો આવે અથવા ધળકન વધે તો તમારે તરત જ પોતાની સારવાર કરાવી જોઇએ. 

એમ્બ્યુલન્સ અથવા કોઇ નજીકની વ્યક્તિને ફોન કરીને બોલાવો 
જો તમે એકલા રહેતા હોય અને તમારા શરીરમાં કોઇ પણ રીતની મુશ્કેલી અનુભવો તો એમ્બ્યુલન્સ અથવા કોઇ મિત્ર, અથવા નજીકની વ્યક્તિને બોલાવી લો. તેમની સાથે ઝડપથી ડોક્ટર પાસે જાઓ. 

જીભ નીચે Aspirin ટેબલેટ દબાવો
જીભની નીચે સોર્બિટ્રેટ એસ્પિરિન ટેબલેટ (aspirin tablet 300 mg) અથવા ક્લોપિડોગ્રેલ (Clopidogrel 300 mg)અથવા એટોરવાસ્ટેટિન (Atorvastatin 80 mg) ટેબલેટ આરામથી દબાવી રાખો. જો તમે આ વસ્તુને હાર્ટ એટેક આવવાના 30 મિનિટની અંદર કરવામાં આવે તો આનો તરત ફાયદો મળશે. એસ્પિરિન બ્લડ ક્લોટ થવાથી રોકે છે. તે સાથે જ આ આર્ટરીમાં બ્લોકેજ થવાથી પણ રોકે છે. 

સૂઇ જાઓ અને પગ નીચે તકિયો રાખી લો
હાર્ટ એટેક આવે તે દરમિયાન વધારે પેનિક થવાની સ્થિતિ ખરાબ થઇ શકે છે. બ્લડ પ્રેશરવાળા દર્દીઓ આ દરમિયાન પરસેવો અને ચક્કર આવવાની ફરિયાદ હોય છે. તેવામાં જ્યારે પણ બીપી માપી લો તો એસ્પિરિન ખાવાથી બચો. કારણ કે તેનાથી બીપી ઓછુ થઇ શકે છે. તેથી આવી સ્થિતિમાં સૌથી સારુ એ છે કે દર્દીએ આરામથી સૂઇને પગની નીચે તકિયો દબાવી લેવો. સૌથી જરુરી છે કે આ દરમિયાન ધીરેથી શ્વાસ લેવો, પંખોની નીચે અથવા બારીની સામે સુઇ જાઓ. આમ કરવાથી હૃદયને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળતુ રહેશે. 
 
પુરુષો- મહિલાઓમાં હાર્ટ એટેકના અલગ-અલગ લક્ષણ 
સંશોધકો મુજબ, સ્ત્રીઓમાં હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે. છાતીમાં દુખાવો-જકડવું અને શ્વાસ લેવામાં તકલીફ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે. તેના કેટલાક લક્ષણો અલગ રીતે જોવામાં આવ્યા છે.

શું મહિલાઓમાં હાર્ટ એટેક છે જીવલેણ 
અમેરિકન હાર્ટ એસોસિએશનના રિપોર્ટ અનુસાર, હાર્ટ એટેકના એક વર્ષના તફાવતમાં પુરૂષો કરતા મહિલાઓના મૃત્યુનું જોખમ વધારે છે. હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા 65 વર્ષ કે તેથી વધુ વયના 50,000 દર્દીઓનો અભ્યાસ કર્યા બાદ આ બાબતો સમજાઈ છે. આ રિપોર્ટ અનુસાર, પ્રથમ હાર્ટ એટેકના 5 વર્ષમાં મૃત્યુ, હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોકનું જોખમ 47% જોવા મળ્યું છે, જ્યારે પુરુષોમાં તે 36% સુધી હોઈ શકે છે.

મહિલાઓ-પુરુષોમાં હાર્ટ એટેકેના લક્ષણ
સંશોધકોનું માનવું છે કે, પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવો છે. આ લક્ષણ પુરુષોમાં વધુ જોવા મળે છે. હાર્ટ એટેકથી પીડિત 50 ટકા મહિલાઓમાં જ આ સમસ્યા જોવા મળી છે.

પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો

  • છાતીમાં દુખાવો અથવા બેચેની
  • શ્વાસની સમસ્યા
  • ડાબા જડબામાં દુખાવો
  • ઉબકા

સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો

  • સ્ત્રીઓને પીઠ ગરદન અથવા જડબામાં દુખાવો
  • હાર્ટબર્ન
  • ચક્કર, 
  • ઉબકા
  • શ્વાસની તકલીફ અને પરસેવો

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ