બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 26 people were cheated by giving them a job abroad

એક્શન / તમે પણ ચેતજો… વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી 26 લોકો સાથે છેતરપિંડી, ત્રણની ધરપકડ, જાણો શું છે મામલો

Malay

Last Updated: 12:48 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Porbandar News: પોરબંદરમાં એક બે નહીં પરંતુ 26 લોકો સાથે વિદેશમાં નોકરીની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવતા પોલીસે 3 એજન્ટોને ઝડપી પાડ્યા છે.

 

  • ત્રણ એજન્ટની ધરપકડ કરાઈ
  • વિદેશ મોકલવાની આપતા હતા લાલચ
  • વર્ષ 2022માં નોંધાઈ હતી ફરિયાદ

વર્તમાન સમયમાં યુવકોમાં વિદેશ જવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. આવા સમયે તેમને વિદેશ મોકલવાની લાલચ આપી તેમના પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેતી ટોળકી પણ સક્રિય થઈ છે. એવામાં આજે પોરબંદરથી 3 એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 26 ઇન્ડિયન પાસપોર્ટ પણ મળી આવ્યા છે. આ ત્રણેયે 26 લોકોને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને ઠગાઈ આચરી હતી. હાલ પોલીસ દ્વારા ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

વિઝાના નામે છેતરપિંડી: ભારે પડ્યો વિદેશ જવાનો મોહ, <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/કેનેડાના-વિઝા' title='કેનેડાના વિઝા'>કેનેડાના વિઝા</a> આપવાનું  કહી એજન્ટે સુરતના યુવકને આટલા લાખમાં નવડાવ્યો | surat youth loses rs 1  point 5 ...

ત્રણ એજન્ટોની ધરપકડ
મળતી માહિતી અનુસાર, વર્ષ 2022માં એક ફરિયાદીએ કિર્તી મંદિર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોરબંદર પોલીસે કાર્યવાહી કરતા 3 એજન્ટો કેયુર જોશી, દેવસી પરમાર, વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. આ તમામે 26 લોકોના પાસપોર્ટ લઈ વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી હતી. પોલીસને આરોપી પાસેથી 26 ઈન્ડિયન પાસપોર્ટ પણ મળી આવ્યા છે. પોલીસે આ ત્રણેય પૈકી આરોપી કેયુર જોશીને જેલ હવાલે કર્યો છે. 

મહેસાણામાં પણ એક યુવકને લગાવ્યો હતો ચૂનો
તાજેતરમાં મહેસાણામાંથી પણ આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કેનેડાના વિઝા અપાવવાના નામે એજન્ટોએ 45 લાખ રૂપિયા ખંખેરી લેતા યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કેનેડાના વિઝા અપાવવાનું કહીને એજન્ટોએ યુવકને બાટલીમાં ઉતાર્યો હતો. અમદાવાદના અજય બ્રહ્મભટ્ટ અને વડોદરાના મેહુલ ઠક્કર નામના એજન્ટોએ આ યુવક પાસેથી વિઝાના કામ બદલ કટકે-કટકે 45 લાખ રૂપિયા પડાવ્યા હતા. પૈસા આપ્યાના થોડા દિવસ બાદ એજન્ટોના ફોન બંધ આવતા યુવક એજન્ટની ઓફિસે પહોંચ્યો હતો. 

વિઝા અપાવવાના નામે 45 લાખની ઠગાઈ
જ્યાં ઓફિસ પણ બંધ હતી અને બોર્ડ પણ કાઢી નાખેલું હતું. જેથી કેનેડાના વિઝા અપાવવાના નામે રૂ.45 લાખની ઠગાઈ અંગે યુવકે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદના અજય બ્રહ્મભટ્ટ અને વડોદરાના મેહુલ ઠક્કર સામે ફરિયાદ નોંધાવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ