બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 2000 Rupee Note Exchange now you can deposit in your account through post office

તમારા કામનું / હાશ! 2000ની નોટ માટે હવે લાઇનમાં નહીં ઊભા રહેવું પડે, આ રીતે મોકલો RBI ઓફિસ, તમારે પણ બદલાવવી હોય તો રીત જાણી લો

Arohi

Last Updated: 08:29 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2000 Rupee Note Exchange: બે હજાર રૂપિયાના નોટ જમા કરવા માટે ભારતીય રિઝર્વ બેંકની શાખાઓની બહાર લોકોની લાંબી લાઈન જોઈ ગભરાવવાની જરૂર નથી. જાણો RBIએ શું લીધો છે નિર્ણય.

  • 2000ની નોટ જમા કરાવવા લોકોની લાઈન 
  • પરંતુ હવે લાઈનમાં નહીં ઉભુ રહેવું પડે 
  • RBIને આ રીતે મોકલાવો 2000ની નોટ 

જો તમે 2000 રૂપિયાની નોટ જમા કરવા કે બદલવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે. હવે તમને નોટ બદલવા માટે RBIની બહાર લાંબી લાઈનોમાં લાગવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ 2000ની નોટને સીધી બેંકમાં જમા કરાવી શકો છો. 

હકીકતે 2000 રૂપિયાની નોટ જમા કરવા માટે ભારતીય રિઝર્વ બેંકના બહાર લોકોની લાંબી લાઈનને જોતા કેન્દ્રીય બેંકે કહ્યું છે કે લોકોને ગભરાવવાની જરૂર નથી. હવે લોકો 2000 રૂપિયાની નોટ પોતાના બેંક ખાતામાં જમા કરવા માટે તેને વીમાકૃત પોસ્ટ દ્વારા રિઝર્વ બેંકના નિર્દિષ્ટ ક્ષેત્રીય કાર્યાલયોમાં મોકલી શકે છે. 

લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં
RBIના ક્ષેત્રીય નિર્દેશક રોહિત પી.દાસે કહ્યું, "અમે ગ્રાહકોને સૌથી સહજ અને સુરક્ષિત રીતે સીધા તેમના ખાતામાં રકમ જમા કરવા માટે વીમાકૃત પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની નોટ RBIને મોકલવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ તેમને બેંક બ્રાન્ચ સુધી જવાની અને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી બચાવશે."

તેમણે કહ્યું કે ટીએલઆઈર તથા પોસ્ટ બન્ને વિકલ્પ ખૂબ જ સુરક્ષિત છે અને જનતાના મનમાં આ વિકલ્પોને લઈને કોઈ ડર નહીં હોય. એકલા દિલ્હી કાર્યાલયને અત્યાર સુધી લગભગ 700 ટીએલઆર ફોર્મ મળ્યા છે. તેમણે કહ્યું કે આરબીઆઈ પોતાના સંચારમાં પોતાના કાર્યાલયોમાં વિનિમય સુવિધા ઉપરાંત આ બે વિકલ્પોને શામેલ કરી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ