બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / 2 killed when truck hits Activa on Ahmedabad-Mumbai National Highway

અકસ્માત / અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા 2ના મોત, ટ્રક ચાલકની ધરપકડ

Malay

Last Updated: 08:03 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Accident News: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કેલનપુર પાસે ટ્રકે એક્ટિવાને મારી ટક્કર, અકસ્માતમાં વડોદરાના બે યુવાનોના ઘટનાસ્થળે મોત.

  • અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર અકસ્માત
  • અકસ્માતમાં વડોદરાના બે યુવાનોના મોત 
  • કેલનપુર પાસે ટ્રકે એક્ટિવાને ટક્કર મારી 

ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ગુજરાતને જાણે અકસ્માતોનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે. ઇસ્કોનબ્રિજ પર નવ લોકોના મોત થયા બાદ પોલીસના સતત બંદોબસ્ત અને ચેકિંગ વચ્ચે પણ અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે. મોડી રાતે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના મોત થયા છે. પોલીસે ગુનો દાખલ કરીને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. 

પુરઝડપે આવી રહેલી ટ્રકે એક્ટિવાને ટક્કર મારી
ગુજરાતમાં એક પછી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સતત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને બેફામ ડ્રાઈવિંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં આવા વાહનચાલકોને જાણે કાયદા અને પોલીસનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. મોડી રાતે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કેલનપુર પાસે અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. પુરઝડપે આવી રહેલી ટ્રકે એક્ટિવાને ટક્કર મારી હતી.

પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી
ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર વડોદરાના બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે મૃતક અમિત રાઠોડ અને પ્રકાશ સોની નામના બે યુવકોના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તો વરણામા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા-બગોદરા નજીક અકસ્માતમાં 11ના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદના બાવળા-બગોદરા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જે સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પગલે PM, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ