બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 2 killed in slab collapse in Katargam, Surat, incident during renovation of complex

ધરાશાયી / સુરતના કતારગામમાં મોટી દુર્ઘટનાઃ કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી થતા 2ના મૃત્યુ, હજુ એક વ્યક્તિ દબાયો હોવાની આશંકા

ParthB

Last Updated: 02:23 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કતાર ગામમાં કિરણ હોસ્પિટલની પાછળ આવેલા કોમ્પેલેક્ષનો સ્લેબ ધરાશાયી થઈ જતાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે

  • સુરતના કતારગામમાં સ્લેબ ધરાશાયી
  • સ્લેબ ધરાશાયી થતાં 3 લોકો દબાયા
  • ફાયર બ્રિગેડના 7 જેસીબી કામે લાગ્યા

સુરતમાં સ્લેબ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ પાછળના કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયી થઇ ગયો છે. આ ઘટનામાં 5 થી વધુ લોકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. 

ફાયર બ્રિગેડના 7 JCB કામે લાગ્યા
 

સુરતના કતારગામમાં કિરણ હોસ્પિટલની પાછળના જૂના કોમ્પલેક્ષમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આજે અચાનક જ કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાયી થતાં 5 થી 6 લોકો સ્લેબ નીચે દબાઈ ગયા હતાં. આ બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તાત્કાલિક 7 જેટલા JCBની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જો કે, સ્લેબ ધરાશાયી થતાં 2 શ્રમિકોનું મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ દબાયા હોવાની આશંકા છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે

Vtv ના સળગતા સવાલો 

- કોની બેદરકારીને કારણે 2 લોકોના જીવ ગયા?
- 2ના મૃત્યુ માટે જવાબદાર કોણ?
- નિયમોનો ભંગ થયો છે કે કેમ તેની તપાસ થશે?
- ક્યાં સુધી આવી બેદરકારીને કારણે લોકોના જીવ જતા રહેશે?
- અધિકારીઓ અને સત્તાધીશો માલિકની બેદરકારીના નામે છટકી શકે ખરા?
- શું કોર્પોરેશન ટીમની દેખરેખ હેઠળ માળ ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ