બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Daily Horoscope / 17 aug to 31 aug ful moon horoscope of mesh, Sinh, kanya, tula, kumbh rashi

જ્યોતિષ શાસ્ત્ર / 15 દિવસ આ રાશિના જાતકોને ઘી-કેળાં, આવકના ઉઘડશે દ્વાર, થશે અણધાર્યા કામ, જાણો પખવાડિક રાશિફળ

Vaidehi

Last Updated: 06:17 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 ઑગસ્ટ 2023થી 31ઑગસ્ટ 2023 સુધીનો સમય કેટલીક રાશિઓ માટે મહત્વનો રહેવાનો છે. આર્થિક ફેરફારોથી લઈને લવ લાઈફમાં બદલાવ સંભવ છે.

  • ગ્રહોનાં પરિવર્તન અને નક્ષત્રોની અસર કેટલીક રાશિઓ પર
  • 17 ઑગસ્ટ 2023થી 31ઑગસ્ટ 2023 સુધીનો સમય મહત્વનો
  • પાંચ રાશિઓનાં આર્થિકથી લઈ લવ લાઈફ પર પડી શકશે અસર

રાશિફળની દ્રષ્ટિએ 17 ઑગસ્ટ 2023થી 31ઑગસ્ટ 2023 સુધીનો સમય કેટલીક રાશિઓ માટે મહત્વનો રહેવાનો છે. ગ્રહોનાં પરિવર્તન અને નક્ષત્રોની સ્થિતિ ભાગ્યને પ્રભાવિત કરી રહ્યાં છે. જે રાશિઓ પર સૌથી વધુ પ્રભાવ પડવાનો છે તેમનું રાશિફળ(17 ઑગસ્ટથી 31 ઑગસ્ટ) નીચે અનુસાર છે.

મેષ રાશિફળ
આર્થિક
: આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. ધન કમાવવાનાં નવા રસ્તાઓ મળશે જેનાથી ધનવૃદ્ધિ થશે. આ સમય દરમિયાન શેરબજાર વગેરેમાં રોકાણ કરતા સમયે સાવધાન રહેવું કારણકે નુક્સાન પણ થઈ શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું.
કરિયર: તમારા કરિયરનાં ગ્રોથની ગતિ ધીમી રહેશે. મહેનત અને કૌશલ્યનો ઉપયોગ કરી પ્રયત્ન કરતાં રહેવું, ઓફિસમાં ટીમ ભાવ રાખવો.
બિઝનેસ: વેપાર-વાણિજ્ય માટે સારો સમય. તમારા બિઝનેસને વિસ્તારવાનો વિચાર કરવો જોઈએ. 
લવ: પ્રેમ સંબંધોમાં આ સમય સુખ અને આનંદનો છે. તમારા પાર્ટનર સાથે સંબંધ  સુધારવાનો આ યોગ્ય સમય છે. સંયમ સાથે પોતાના પાર્ટનરની ભાવનાઓનું સમ્માન કરો.

સિંહ રાશિફળ
આર્થિક
: આર્થિકરૂપે આ સમય સુખદ રહેશે. નાણાકીય મામલાઓમાં સુધાર અને વૃદ્ધિની આશા. આવકનાં નવા સ્ત્રોત વિકસિત કરવામાં મદદ મળશે.
કરિયર: કરિયર માટે આ સમય યોગ્ય છે. શિક્ષણ અને સ્કિલ માટે આ સમય સારા સમાચાર લાવી શકે છે. કાર્યને સમયસર પૂરું કરવું અને નિયમ-અનુશાસનને ધ્યાનમાં રાખીને ચાલવું.
બિઝનેસ: વેપાર માટે આ સમય સફળતા આપી શકે છે. નવા વેપારનાં રસ્તાઓ ખુલશે અને વેપારને નવી ગતિ મળશે. નવા પાર્ટનર કે બિઝનેસ રિલેશન પર થોડું ધ્યાન આપવું.
લવ:પ્રેમ સંબંધો માટે આ સમય સુખદ રહેશે. તમારે તમારા સાથી સાથે મધુર સંબંધો જાળવી રાખવાની આવશ્યકતા છે. સકારાત્મક રહેવું.

કન્યા રાશિફળ
આર્થિક
: આર્થિક રૂપે આ સમય સુખદ રહેશે. નાણાકીય સ્થિતિમાં સુધાર અને આર્થિક સંઘર્ષોથી મુક્તિ મળશે. બચત અને રોકાણ પર ધ્યાન આપવું.
કરિયર: કરિયર આ સમયે સફળતા તરફ આગળ વધી રહ્યું છે. તમારી સ્કિલમાં સુધાર કરવાની જરૂર છે નહીંતર સમયસર ટારગેટ પૂરું નહીં થાય. ટીમ ભાવના રાખવી. જોબમાં પ્રમોશન મળી શકે છે.
બિઝનેસ: વેપારમાં ઊતાર-ચઢાવની સ્થિતિ આવી શકે છે. ધીરજતા જાળવી રાખવી. બિઝનેસમાં સફળતા માટે નવું માર્કેટ અને નવા ગ્રાહક શોધવા જોઈએ.
લવ: પ્રેમ સંબંધો માટે આ સમય સુખદ રહેશે. તમારા પાર્ટનરની સાથે સારા સંબંધ રહેશે. આ દરમિયાન પોતાના આંતરિક ઈગોને શાંત રાખવો. તમારા સાથીનાં વિચારોનું સમ્માન કરવું.

તુલા રાશિફળ
આર્થિક
: આ સમય આર્થિક દ્રષ્ટિએ પડકારરૂપ રહેશે. નાણાકીય મામલાઓમાં સુધાર માટે વધુ મહેનત જરૂરી છે. 
કરિયર: કરિયર માટે આ સારો સમય છે. નવી જોબ શોધવામાં સફળતા મળી શકે છે. જે લોકો પહેલાથી કોઈ જોબમાં છે તેમને પ્રમોશન મળી શકે છે. ઓફિસમાં પોતાના મિત્રો સાથે સંબંધ યોગ્ય રાખવા.
બિઝનેસ: વેપારમાં લાભ માટે વધુ પરિશ્રમ કરવાની આવશ્યકતા છે. બેંક અને ટેક્સ સંબંધિત કામોમાં વિધ્નો આવી શકે છે.
લવ: પ્રેમ સંબંધોમાં સમજદારી રાખવી. પોતાની વાણી પર નિયંત્રણ રાખવું નહીંતર મુશ્કેલીમાં પડી શકો છો.

કુંભ રાશિફળ
આર્થિક
: આર્થિક રૂપે આ સમય તમારી નાણાકીય સ્થિતિમાં સુધાર લાવી રહ્યો છે. વેતન વધશે અને ધનલાભ થશે. શેરમાર્કેટમાં રોકાણ કરવા માર્ગદર્શન લેવું જોઈએ.
કરિયર: રાશિ માટે આ સમય સફળતા અને પ્રગતિનો રહેશે. આગળ વધવા માટે મળતી તકોનો યોગ્ય ઉપયોગ કરવો. આળસનાં કારણે મુશ્કેલી આવી શકે છે.
બિઝનેસ: વેપારમાં લાભ માટે આવનારા દિવસોમાં પરિશ્રમ કરવો પડી શકે છે. નવા વેપારનો લાભ ચોક્કસથી લેવો. પોતાના ઉત્પાદનને વધુ સારું બનાવવું. બજારમાં તમારી મજબૂતી આવી શકે છે.
લવ: પ્રેમ સંબંધો માટે આ સમય સુખદ રહેશે. પાર્ટનરની સાથે સારો સમય વ્યતિત કરવાનો મોકો મળશે. ગીફ્ટ પણ ખરીદી શકો છો. પરિવાર સાથે તમારા સંબંધની વાત કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ