બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 15 people trapped in the craze of going abroad were rescued by Gujarat LCB from Delhi

પર્દાફાશ / કબૂતરબાજી: ગુજરાત LCBની ટીમે પર પાડ્યું મોટું ઓપરેશન, વિદેશ જવાની ઘેલછામાં ફસાયેલા 15 લોકોને દિલ્હીથી કર્યા રેસ્ક્યૂ

Vishnu

Last Updated: 09:56 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લીની એક ગેંગ માણસોને ગોંધી રાખતી હોવાનો પર્દાફાશ, 15 લોકો મુક્ત જ્યારે એક એજન્ટની ધરપકડ

  • કેનેડા બોર્ડરની ઘટના બાદ પોલીસ એકશનમાં
  • મુખ્યમંત્રીની સૂચના બાદ કાર્યવાહી
  • દિલ્લીથી LCB દ્વારા 15 લોકોને મુક્ત કરાયા

કેનેડા બોર્ડર પર સર્જાયેલી કરૂણાંતિકા બાદ ગુજરાત પોલીસે આવી ઘટના ફરીથી ન બને એ માટે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. મુખ્યમંત્રીની સૂચના બાદ પોલીસ આ મામલે સતર્ક થઈ કામગીરી કરી રહી છે. દિલ્લીથી LCB દ્વારા કબૂતરબાજીમાં ફસાનારા 15 લોકોને મુક્ત કરાવવામાં આવ્યા છે.વિવિધ દેશમાં લઈ જવાની લાલચ આપી આરોપીઓ તેમણે ગોંધી રાખતા હતા.
કબુતરબાજી કરનાર ગેંગના એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.

કઈ રીતે પાર પાડ્યું ઓપરેશન?
કલોલનું એક કપલ વિદેશ જવાનું કહી ઘણા દિવસથી ગૂમ હતું જેની ફરિયાદ કરવા આવતા પોલીસ તેને શોધવા ટીમ દિલ્લી ગઈ હતી. જ્યાં એક બાદ એક પાસા ઉકેલવામાં આવતા દિલ્લીની એક નામચીન ગેંગ માણસોને ગોંધી રાખતી હોવાનો પર્દાફાશ થયો હતો. ગુજરાતમાંથી 15 લોકો 11 મહિનાથી આ ગેંગના સકંજામાં હતા. ફસાયેલા લોકોને દિલ્લીથી પશ્ચિમ બંગાળ લઈ જવાયા જ્યાં અપહરણકાર રૂપિયાની માંગ કરતા હતા. 

રૂપિયા ન આપે તો નાના બાળકોને વેચી દેવાનો હતો કારસો
ગેંગના કબ્જામાં નાના બાળકો પણ હતા. જો રૂપિયા ન આપે તો બાળકોને હ્યુમન ટ્રાફિકિંગમાં વેચી દેવાનો પ્લાન હતો. સદનસીબે પોલીસ LCBની ટીમ ત્વરિત તપાસ સંભાળતા હાલ તો 15 લોકોને એજન્ટોની જાળમાંથી બચાવી લેવાયા છે પણ હજુ આવા તો કેટલાય લોકો હશે જે વિદેશમાં લાઈફ સેટ કરવાની હોડમાં ન ઘરના ન ઘાટના રહે છે. કોઈ પણ કમી વગર ઓપરેશન પાર પાડયા બાદ પોલીસ જનતાને કબૂતરબાજીમાં ન ફસાવવા અપીલ કરી રહી છે.

કોણ મુખ્ય આરોપી છે

  • સુશીલ રોય 
  • સંતોષ રોય 
  • કમલ સિંઘાનિયા

કેનેડા બોર્ડર પર 4 ગુજરાતીઓના થયા હતા મોત 
22 જાન્યુઆરીના રોજ કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. આ વચ્ચે  કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 ગુજરાતીઓના મૃતદેહ મળ્યા હતા. ગુજરાતના ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતા પટેલ પરિવારનાં સદસ્યો  હોવાની વાત સામે આવી હતી. વિદેશમંત્રી એસ.જયશંકરે પણ મૃતદેહો ભારતીયોના હોવાનું સ્વિકાર્યું હતું. આ ચાર વ્યક્તિઓમાં એક પુરુષ, એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળ્યા હતા.  આ ગમખ્વાર ઘટનામાં જીવ ગુમાવનારા જગદીશ પટેલ, વૈશાલી પટેલ, ધાર્મિક પટેલ અને ગોપી પટેલે જીવ ખોયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ