બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 14 youths of Mot Se Dosti group arrested in Rajkot

કાર્યવાહી / રાજકોટમાં મોત સે દોસ્તી ગ્રુપના 14 યુવકોની ધરપકડ: હાઇવે પર રેસ લગાવીને કરતાં હતા આવા કાંડ

Vishal Khamar

Last Updated: 11:00 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં મોત સે દોસ્તી નામનાં ગ્રુપનાં 14 લોકોની પોલીસે ધરપકડ કરાતા બાઈકની રેસ લગાવતા અસામાજીક તત્વોમાં ફફડાટ વ્પાયી જવા પામ્યો હતો.

  • રાજકોટમાં મોત સે દોસ્તી નામનાં ગ્રુપની કરાઈ ધરપકડ
  • પડધરી પોલીસે 14 શખ્સોની કરી ધરપકડ
  • રેસ લગાવીને અન્ય વાહનચાલકોની જિંદગી પણ મુકતા જોખમમાં

રાજકોટ-પડઘરી હાઈવે પર થ્રી વ્હીલર સહિતનાં વાહનોની રેસ લગાવી જુગાર રમાતો હોવાની બાતમી પડઘરી પોલીસને મળી હતી. પડઘરી પોલીસ મથકનાં પીએસઆઈ સહિતનો સ્ટાફ જામનગર હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન તરઘડી ગામ પાસે કેટલાક શખ્સો જોવા મળતા પોલીસ દ્વારા તાત્કાલીક સ્થળ પર પહોંચી . મોત સે દોસ્તી નામનાં ગ્રુપનાં 14 શખ્શોની ધરપકડ કરી ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓ
પોલીસે રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં રહેતા વિશાલ વિશુ વાઘેલા, મહેન્દ્ર કેશુ કલાડિયા, રાજુ રઘુ અલગોતર, કિટીપરાનાં રોહિત મના સોલંકી, કૌશિક ઉર્ફે દેવો કાલુ કુવરિયા, કિસાનપરાનાં ગૌતમ પ્રવીણ મકવાણા, શિવપરાનાં વસીમ શબીર કાદરી. તેમજ મોરબી રોડ પર રહેતા યોગેશ કાનજી ચૌહાણ, ભગવતીપરાનાં સોહિલ ઉર્ફે ભોલો અરૂણ પરમાર, સાધુવાસવાણી રોડ પર રહેતા ધર્મેશ મનસુખ રાઠોડ,  ધર્મરાજ પાર્કનાં પ્રભાત હરિ વાળા, વિજય નારણ સોલંકી, પોપટપરાનાં અજય દિનેશ સવાસડિયા અને પ્રદીપ રસિક મકવાણાની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચોઃ આખા અમદાવાદ પર બાજ નજર, એકીસાથે ઘણા કામ, ચપટીમાં પકડશે નાના ગુનાઓ, લાગુ પડી જોરદાર સિસ્ટમ

બધા મિત્રો ભેગા મળી મોત સે દોસ્તી નામનું ગ્રુપ ચલાવીએ છીએ
તેમજ પોલીસે રોકડા રૂા. 42000, બાઈક, રિક્ષા, કાર સહિત નવ વાહન મળી કુલ રૂા. 6.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બાબતે પોલીસે વિશાલ વાઘેલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે બધા મિત્રો ભેગા મળી મોત સે દોસ્તી નામનું ગ્રુપ ચલાવીએ છીએ. તેમજ અલગ- અલગ સમયે હાઈવે પર વાહનોની રેસ પર પૈસા લગાડી જુગાર રમીએ છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ