બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / બિઝનેસ / 14 days holiday comes in banks: These rules have changed from today, see how it will affect your pocket?

તમારા કામનું / બેન્કોમાં 14 દિવસ આવે છે રજા: આજથી બદલાઈ ગયા આ નિયમો, તમારા ખિસ્સા પર જુઓ કેવી પડશે અસર?

Vishal Khamar

Last Updated: 06:58 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ એટલે કે આજથી જ નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર થયો છે. ત્યારે આ નિયમોમાં ITR રિટર્ન સિવાય GST અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

  • ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અનેક નિયમોમાં થઈ રહ્યા છે ફેરફાર
  • આજથી જીએસટી રિટર્ન ફાઈલ કરનારે ભરવો પડશે દંડ
  • LPG ગેસમાં ભાવ વધારાને લઈને ફરી ખોરવાઈ શકે છે ગૃહિણીઓનું બજેટ

 ઓગસ્ટ મહિનાની શરૂઆત એટલે કે આજથી જ નાણાકીય અનેક વ્યવહારોમાં નિયમો બદલાવાના છે. આ નિયમોમાં ITR રિટર્ન સિવાય GST અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. 1 ઓગસ્ટ, 2023 થી GST ચુકવણી સંબંધિત વિવિધ ફેરફારો અમલમાં આવશે. તેમજ LPG, PNG અને કોમર્શિયલ ગેસના ભાવમાં ફેરફાર થવાની ધારણા છે. ત્યારે આવો જાણીએ 1 ઓગસ્ટથી થનારા મુખ્ય ફેરફારો વિશે.

જીએસટીના નિયમો બદલાશે
સરકાર દ્વારા જાહેર કર્યા મુજબ 1 ઓગસ્ટ 2023 થી 5 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓએ ઇલેક્ટ્રોનિક ચલણ આપવા પડશે. આવી સ્થિતિમાં જીએસટીના દાયરામાં આવતા વેપારીઓએ સંબંધિત નિયમો વિશે વિગતવાર જાણીને ઈલેક્ટ્રોનિક ચલણ તૈયાર કરવું જરૂરી છે.

આજથી આવકવેરા રિટર્ન ફાઈલ કરનારને ભરવો પડશે દંડ
31 જુલાઈ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ હતી.  1 ઓગસ્ટથી આઈટીઆર ફાઈલ કરનારા લોકોએ દંડ ભરવો પડશે. જો 5 લાખ રૂપિયાથી વધુની આવક ધરાવતા લોકો આજે આઈટીઆર ફાઈલ કરશે તો તેઓને 1 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.  ત્યારે સરકારે આવકવેરા રિટર્ન ભરવાની તારીખ લંબાવવાની કોઈ જાહેરાત કરી નથી.

બેંકોમાં 14 દિવસની રજાઓ
રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ સહિતના વિવિધ તહેવારોને કારણે ઓગસ્ટમાં બેંકો 14 દિવસ બંધ રહેશે. આ રજાઓમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. પરંતું 14 દિવસની રજાઓમાં બેંકોની ઓનલાઈન સેવાઓનો લાભ ગ્રાહકો લઈ શકશે. 

એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની શક્યતા
ઓગસ્ટમાં એલપીજી તેમજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે. તેલ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. આ સિવાય પીએનજી અને સીએનજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે
તેલ કંપનીઓ દર મહિનાની છેલ્લી તારીખે મધ્યરાત્રિએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. આવી સ્થિતિમાં 1 ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષની 21 મે થી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. 

ક્રેડિટ કાર્ડમાં કેશબેકનાં નિયમોમાં ફેરફાર થશે
જો તમે એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો પણ તમારા ખિસ્સા પર અસર થશે. નવા નિયમો અનુસાર, એક્સિસ બેંક અને ફ્લિપકાર્ટથી ખરીદી કરનારા લોકોને 12 ઓગસ્ટથી ખરીદી પર કેશબેક મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ