બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 11,800 historical prices of cumin at Hapa Marketing Yard Jamnagar

ખેડૂતો આનંદો / જીરૂનો એક મણનો ભાવ રૂપિયા 11,800, લાઈફટાઈમ હાઇ થયું જીરું, જુઓ કેવી છે માર્કેટમાં આવક

Kishor

Last Updated: 05:04 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંના ભાવમાં ઈતિહાસ રચાયો હતો અને જીરૂના મણદીઠ 11, 800 જેટલા ઐતિહાસિક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

  • જીરૂના ઐતિહાસિક ભાવ બોલાતા ખેડૂતો ખુશ 
  • જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરૂનો ભાવ 11, 800 બોલાયો
  • ખેડૂતોને એક મણ જીરૂનો 9 હજાર 500થી 11 હજાર 800 સુધીનો ભાવ મળ્યો

છેલ્લા કેટલાક સમયથી જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જીરુના ઉંચા ભાવ મળી રહ્યા છે. જીરૂના રેકોર્ડ બેક ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે જામનગર, ખંભાળિયા અને જામજોધપુર સહિતના માર્કેટયાર્ડમાં જીરાના ભાવ નિતનવા ઇતિહાસ રચી રહ્યા છે. ત્યારે આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ઇતિહાસમાં ક્યારેય ન થયા હોય તેવા જીરુંના મણદીઠ ઐતિહાસિક ભાવ 11, 800 નોંધાતા ખેડૂતોમાં આનંદની હેલી જામી હતી.

જીરાની ઓછી આવકને લઇને જીરૂના ઉંચા ભાવ બોલાયા 
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના ભાવની વાત કરવામાં આવે તો જીરૂના સૌથી નીચા ભાવ 9,500 થી સૌથી ઊંચા ભાવ 11,800 નોંધાયા હતા. જએ હાપા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસના ઓલ ટાઈમ ભાવ છે. આ મામલે હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે યાર્ડમાં 138 ખેડૂતો જીરૂનો પાક લઈ અને વેચવા માટે આવ્યા હતા. પરિણામે યાર્ડમાં 1659 ગુણી એટલે કે 4,977 મણની આવક થવા પામી હતી. આમ 11,800 રૂપિયા જેટલો અગાઉ ક્યારેય ન મળ્યો હોય તેવો ભાવ મળતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.

જીરૂના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ
 મહત્વનું છે કે છેલ્લા અઠવાડિયાથી જીરુંના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. પરિણામે દિવસેને દિવસે જીરુંના ભાવમાં 500 થી લઈને હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાઈ રહ્યો છે. આમ સારું વળતર મળતા ખેડૂતો પણ જીરુંના વાવેતર પ્રત્યે પ્રોત્સાહિત થાય તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. બીજી બાજુ આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં કુલ 419 ખેડૂતો પોતાની અલગ અલગ જાણશો વેચવા આવ્યા હતા. જેનેં લઈને આજની તારીખમાં યાર્ડમાં 27,085 મણ જેટલી જણસો થલવાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ